ટાટાએ રજૂ કરી દેશની સૌથી સસ્તી સનરૂફ વાળી કાર, જાણો, કેટલી છે કિંમત?

PC: autocarindia.com

Tata Altroz સનરૂફ સાથે આવનારી દેશની સૌથી સસ્તી કાર બની ગઈ છે. કંપનીએ લગભગ બે અઠવાડિયા પહેલા અલ્ટ્રોઝના પેટ્રોલ/ડીઝલ વેરિઅન્ટ્સ સાથે આ નવી સુવિધાઓ જાહેર કરી હતી. તે જ સમયે, તેના સનરૂફ સાથે આવેલું નવું વેરિઅન્ટ હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે.

નવી કાર ખરીદતી વખતે, ઘણા લોકો તેમની કારમાં એક સનરૂફ હોય તેવી ઇચ્છા રાખતા હોય છે. મર્યાદિત બજેટમાં કાર ખરીદનારા ગ્રાહકો પણ ઇચ્છે છે કે તેમને નાનું સનરૂફ મળે. આવી સ્થિતિમાં, દેશની લોકપ્રિય કાર ઉત્પાદક ટાટા મોટર્સે સનરૂફ સાથે તેની અલ્ટ્રોઝ રજૂ કરી છે. હાલમાં, Tata Altroz દેશમાં સનરૂફવાળી સૌથી સસ્તી કાર બની ગઈ છે.તેની કિંમત અને ફિચર્સ વિશે જાણો.

Altroz ને હવે XM+ S વેરિઅન્ટમાંથી ઇલેક્ટ્રિક સનરૂફ મળે છે, જેની કિંમત રૂ. 7.9 લાખ (એક્સ-શોરૂમ) છે. આ વેરિઅન્ટ Tata Altrozને ઇલેક્ટ્રિક સનરૂફ સાથે ઓફર કરવામાં આવતી ભારતમાં સૌથી વધુ સસ્તી કાર પણ બનાવે છે.

ટાટા મોટર્સે તાજેતરમાં ભારતીય બજારમાં Altroz CNG લોન્ચ કરી છે. આ સાથે કંપનીએ આ પોપ્યુલર કારમાં નવા ફીચર્સમાં ઉમેરો કર્યો છે.કાર પર ઓફર કરાયેલા નવા ફીચર્સ વિશે વાત કરીએ તો, તે ઇલેક્ટ્રિક સનરૂફ, વાયરલેસ ચાર્જર, ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન પર AQI ડિસ્પ્લે સાથે ઇનબિલ્ટ એર પ્યુરિફાયર અને લેધર સીટ સાથે આવે છે. નવી સુવિધાઓ સાથે, Tata Altroz હાલમાં દેશમાં તમામ ઇંધણ વિક્લ્પો સાથે સનરૂફ સાથેની સૌથી સસ્તી કાર છે.

ટાટા તેની અલ્ટ્રોઝ એસયુવી 1.2-લિટર NA પેટ્રોલ એન્જિન સાથે ઓફર કરે છે જે 86 PS પાવર ઉત્પન્ન કરે છે. ઉપરાંત, તે 1.5-લિટર ડીઝલ પાવરટ્રેન મેળવે છે જે 90 PS પાવર ઉત્પન્ન કરે છે. જ્યારે, Altroz iTurbo સાથે ઓફર કરાયેલ 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન 110 PS / 140 Nm પર રેટીંગ કરાયું છે.

જાણવા મળેલી માહિતી મુજબ, Altroz CNG કુલ 6 વેરિઅન્ટમાં ઓફર કરી શકાય છે, જેમાંથી સનરૂફ ત્રણ વેરિઅન્ટમાં આપી શકે છે. આ કારનું વર્તમાન ICE (રેગ્યુલર) મોડલ કુલ 15વેરિયન્ટસમાં આવે છે. આ સિવાય આ કારમાં કેટલાક ખાસ ફીચર્સ પણ સામેલ કરવામાં આવશે.જે તેને વધુ સારી પ્રીમિયમ CNG કાર તરીકે રજૂ કરશે. બજારમાં આ કાર મુખ્યત્વે મારુતિ બલેનો CNG હરીફ બનશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp