Tata Nexonના ડીઝલ મોડલમાં હવે નહીં મળે આ વેરિયન્ટ, કંપનીએ બંધ કર્યું વેચાણ

PC: carwale.com

Tata Motors પોતાની Tata Nexonના ઘણા ડીઝલ વેરિયન્ટનું વેચાણ બંધ કરી દીધું છે. તેમાં XE, XZ, XMA અને XZA+(S) સામેલ છે. અસલમાં સોશિયલ મીડિયા પર આ અટકળો ઘણા દિવસોથી લગાવવામાં આવી રહી હતી કે કંપનીએ તેના ડીઝલ વેરિયન્ટનું વેચાણ બંધ કરી દીધું છે. જોકે હવે કંપનીએ ઓફિશિયલી આ જાહેરાત કરી દીધી છે કે તે Tata Nexonના અમુક ડીઝલ વેરિયન્ટનું વેચાણ નહીં કરે.

જણાવી દઈએ કે આ પહેલા કંપનીએ Tata Nexonના ટોક્ટોનિક બ્લૂ કલર વેરિયન્ટનું વેચાણ બંધ કરી દીધું હતું. તેમાં ફ્લોરલ ગ્રીન, કેલગરી વ્હાઈટ, ફ્લેમ રેડ, પ્યોર સિલ્વર અને ડેટોન ગ્રે જેવા કલર સામેલ છે. કંપનીએ પોતાની Tata Nexonને ચાર ટ્રિમ અને 12 વેરિયન્ટ્સ સાથે ભારતમાં લોન્ચ કરી હતી. ભારતીય માર્કેટમાં Tata Nexonની શરૂઆતની દિલ્હી એક્સ શો રૂમ કિંમત 7.19 લાખ રૂપિયા છે, જ્યારે તેના ટોપ વેરિયન્ટની કિંમત 12.95 લાખ રૂપિયા છે.

આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને વર્ઝનમાં આવે છે. તેના પાવર પરફોર્મન્સની વાત કરીએ તો તેમાં પાવર માટે 1.2 લિટરનું ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 118 bhpનો મેક્સિમમ પાવર અને 170 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું 1.5 લિટર મોટર 108 bhpનો મેક્સિમમ પાવર અને 260 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિનોમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે. જ્યારે તેમાં 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન પણ મળે છે.

આ કંપનીની સૌથી વધુ વેચાણ થનારી કારમાંની એક છે. જેના 1 લાખથી વધુ યુનિટ્સ ગ્રાહકોએ ખરીદ્યા છે. Tata Nexon દેશની સૌથી સુરક્ષિત કારમાંની એક છે. તેને સુરક્ષા માટે 2018માં Global NCAP તરફથી 5 સ્ટાર રેટિંગ આપવામાં આવી હતી. જણાવી દઈએ કે આ ભારતની પહેલી એવી કાર હતી, જેને સેફ્ટી માટે 5 સ્ટાર રેટિંગ મળ્યા હતા. તેના પછી Tata Motorsની Altroz, Tiago અને Tigor જેવી કારોને પણ તેમના સેફ્ટી ફીચર્સ માટે Global NCAP તરફથી હાઈ રેટિંગ આપવામાં આવ્યા છે. કોરોના મહામારી વચ્ચે પણ લોકો Tata Motorsની કારોની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp