TATA ઇલેક્ટ્રિક કાર આપી રહી છે દગો, કોઈનું ટાયર ખરાબ તો ક્યાંક સોફ્ટવેરની સમસ્યા

PC: twitter.com

ભારતમાં ઇલેક્ટ્રિક ગાડીઓના સેગમેન્ટમાં ટાટા મોટર્સ પહેલા ક્રમ પર છે. કંપનીની Tata Nexon દેશની સૌથી વધુ વેચાણ થનારી ઇલેક્ટ્રિક કાર છે. ટાટાની ગાડીઓ પણ સલામતી માટે ઓળખાય છે. Nexo EVના સિવાય કંપની Tata Tigor EV અને Tata Tiago EV જેવી કારોનું વેચાણ પણ કરે છે. એવામાં, મોટી સંખ્યામાં ગ્રાહકો તેમના કિંમતી પૈસાનું રોકાણ આ ગાડીઓને ખરીદવામાં કરે છે. પરંતુ જો નવી ગાડી જ દગો આપવા લાગે, તો ગ્રાહકો છેતરાયા હોવાનો અનુભવ કરે છે.

ટાટા મોટર્સના ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના ટ્વિટર અકાઉન્ટ પર આવા ગ્રાહકોની ઘણી ફરિયાદો નોંધાયેલી છે. અલગ-અલગ ગ્રાહકોએ ટ્વીટ દ્વારા તેમની નવી ટાટા ઇલેક્ટ્રિક કારમાં તેઓની આવનારી સમસ્યાઓને શેર કરી છે. જ્યારે કેટલાક વપરાશકર્તાઓ સોફ્ટવેર સમસ્યાથી પરેશાન છે, ત્યારે એક ગ્રાહકે ટાયરમાં સમસ્યા હોવાનું જણાવ્યું છે.

સોફ્ટવેરની સમસ્યા

ટ્વીટમાં, બબીતા (@babithamarinas) નામની એક યુઝરે લખ્યું, 'મેં જે દિવસથી નવી Nexon EV પ્રાઇમને ખરીદી છે, ત્યારથી તેમાં સોફ્ટવેર અને એન્જિનની સમસ્યા હતી. હવે તમે લોકો વોરંટી પૉલિસીનો હવાલો આપીને તેને મારા ગળામાં નાખવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે વોરંટી પૉલિસીના હેઠળ મેન્યુફેક્ચરિંગ ખામીવાળી કાર કેવી રીતે લાવી શકો છો?

Tata Nexon EV સમસ્યાઓ

તેજ રીતે, આકાશ (@AkashRadhakri15) નામના એક યુઝરે લખ્યું છે કે, 'મેં 2 ડિસેમ્બર 2022ના રોજ Nexon ev ખરીદી હતી, તે દિવસે જ કાર બગડી ગઈ હતી. ડીલરશિપે સ્ટૉકમાથી જૂની કાર આપી છે. મેં 16.5 લાખનો ખર્ચ કર્યો જેને રસ્તા પર ઊભી કરી દીધી, કૃપા કરીને મદદ કરો.'

ટિગોર EVએ અઠવાડિયાની અંદર નવી ખરીદેલી કારને મેળવી.. અને કંપનીએ ટાયર બદલવા માટે ના કહી દીધું તો કેવી સેવા અમને મળી... આ ટાટા મોટર.. ગાંધીધામ કાર્ગોમોટર અમદાવાદ શાખા સાથે સમાન અનુભવ છે... જો કે, ડીફ્રેકટ સરળતાથી અને અઠવાડિયાની અંદર જ મળી ગયું 500 કિમી ડ્રાઈવ......

ટાયરમાં Bump

જ્યારે, પ્રકાશ (@Prakash28953808) નામના યુઝરને કારના ટાયરમાં સમસ્યા આવી છે. યુઝરે લખ્યું, 'નવી Tigor EVને એક અઠવાડિયા પહેલા જ ખરીદી હતી, તેનું ટાયર એક જગ્યાએથી ફૂલેલું જોવા મળ્યું. કંપનીએ ટાયર બદલવાની ના પાડી દીધી. આ 500 કિમી. ગાડી ચલાવવા પર જ જોવા મળ્યું હતું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp