તહેવારોની સિઝનમાં 799 રૂપિયામાં ઘરે લઈ આવો કાર, Tata Motors લાવ્યું છે નવી સ્કીમ

PC: etb2bimg.com

કોરોના વાયરસની માઠી અસર ઝેલી રહેલું ઓટો સેક્ટર આ તહેવારેની સિઝનમાં લોકોને આકર્ષવા માટે અવનવી સ્કીમ લાવી રહ્યું છે. તહેવારોની સિઝનમાં ઓટો કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે અલગ-અલગ પ્રકારની ઘણી ઓફર્સ આપી રહી છે. તેમાં Tata Motors તેમજ Mahindra & Mahindra જેવી દિગ્ગજ ઓટો કંપનીઓ પણ સામેલ છે. દરમિયાન Tata Motors તો માત્ર 799 રૂપિયાના ન્યૂનતમ EMI પર લોકોને કાર ખરીદવાની ઓફર આપી રહ્યું છે. તેને માટે Tata Motorsએ HDFC બેંક સાથે હાથ મિલાવ્યો છે. તેના દ્વારા કંપનીએ બે યોજનાઓ રજૂ કરી છે. Tata Motorsએ એક નિવેદનમાં કહ્યું કે, બે નવી યોજનાઓ ગ્રેજ્યુઅલ સ્ટેપ અપ સ્કીમ અને ટીએમએલ ફ્લેક્સી ડ્રાઈવ સ્કીમ રજૂ કરવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, આ બંને યોજનાઓ નવેમ્બર 2020ના અંત સુધી ઉપલબ્ધ રહેશે.

તેનો લાભ ભારત સ્ટેજ-6ને અનુકૂળ તમામ કારો, સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ (SUV) અને ઈલેક્ટ્રિક વાહનો પર લઈ શકાશે. કંપનીએ જણાવ્યું હતું કે, ગ્રેજ્યુઅલ સ્ટેપ અપ સ્કીમ અંતર્ગત ઉપભોક્તા પ્રતિ લાખ પર માસિક 799 રૂપિયાના ન્યૂનતમ EMIનો લાભ લઈ શકે છે. માસિક EMI વાહનના મોડલ તેમજ એડિશન પર નિર્ભર રહેશે. માસિક EMI ખરીદદારની સુવિધા પ્રમાણે બે વર્ષ સુધી ધીમે-ધીમે વધતું જશે. તો બીજી તરફ ટીએમએલ ફ્લેક્સી ડ્રાઈવ સ્કીમ અંતર્ગત ઉપભોક્તા પ્રત્યેક વર્ષે કોઈપણ ત્રણ મહિનાની પસંદગી કરી શકે છે, જે મહિનાઓમાં તે ન્યૂનતમ EMIની ચુકવણી કરી શકે છે.

કંપનીએ કહ્યું કે, આ યોજનાઓ ઉપભોક્તાઓને વાહનના EMI ભરવામાં સરળતા પ્રદાન કરવા માટે રજૂ કરવામાં આવી છે. Tata Motorsએ પોતાના નિવેદનમાં એવુ પણ કહ્યું હતું કે, તે બંને યોજનાઓ અંતર્ગત પોતાના તમામ યાત્રી વાહનો પર એક્સ શોરૂમ પ્રાઈઝના 100 ટકાની લોન ઉપલબ્ધ કરાવવાની સુવિધા આપી રહ્યું છે. દરમિયાન બેંક ઓફ બરોડાએ કહ્યું કે, ટ્રેક્ટરની લોન ઉપલબ્ધ કરાવવા માટે Mahindra & Mahindraની સાથે કરાર કરવામાં આવ્યો છે. બેંક ઓફ બરોડ પોતાની 5000 કરતા વધુ ગ્રામીણ અને અર્ધ શહેરી શાખા નેટવર્કના માધ્યમથી Mahindra & Mahindraના ગ્રાહકોને ટ્રેક્ટર લોનની સુવિધા પ્રદાન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp