26th January selfie contest
BazarBit

ગુજરાતના 12 તાલુકામાં આ દિવસે તમારો પડછાયો ગાયબ થઇ જશે

PC: punjabkesari.in

સામાન્ય રીતે પડછાયો ક્યારેય સાથ છોડતો નથી. પરંતુ વર્ષ દરમિયાન 21 જૂનમાં બપોરે 12.40 કલાકે ખગોળીય ઘટના બનતી હોય છે. જેમાં બપોરના નિશ્ચિત સમયે કેટલીક ક્ષણો માટે કોઇપણ ચીજવસ્તુ કે વ્યક્તિનો પડછાયો પડતો નથી. અદ્દભૂત ગણાતી આ ખગોળીય ઘટના ઉત્તર ગુજરાતના 6 તાલુકા અને કચ્છના 6 તાલુકામાં જોવા મળશે. પ્રકાશના કિરણો સીધી લીટીમાં ગતિ કરે છે. તેની વચ્ચે કશું આવી જાય તો એ રોકાઈ જાય છે. આગળ વધતા નથી એટલે વચ્ચે આવી ગયેલી વસ્તુની પાછળના ભાગે અંધારું રહે છે. તેને આપણે પડછાયો કહીએ છીએ. આ પડછાયો ગુજરાતમાં એકાએક ગુમ થઈ જશે.

મહેસાણા જિલ્લાના કડી, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ પંથકમાં તેમજ અરવલ્લી જિલ્લાના માલપુર, ધનસુરા અને બાયડ પંથકમાં જોવા મળશે. જ્યારે બાકી રહેતા તમામ તાલુકાઓમાં ૨૧ મી જૂનના રોજ બપોરના અલગ-અલગ સમયે વર્ષનો સૌથી ટૂંકો પડછાયો જોવા મળશે. ખગોળીય ઘટના સૂર્યના બરોબર માથે આવવાના કારણે થાય છે.

પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રીએ નમેલી હોય ત્યારે બપોરના સમયે સૂર્યના સીધા કિરણો પૃથ્વી પર આવે ત્યારે કેટલીક ક્ષણો માટે ઝીરો શેડો એટલે પડછોયો પડતો નથી. આ ખગોળીય ઘટના દરેક સ્થળે બનતી નથી.

પ્રકાશની નજીકની વસ્તુનો પડછાયો મોટો અને દૂરની વસ્તુનો પડછાયો નાનો દેખાય છે.

13 જુન 2018માં બપોરના 12 વાગીને 51 મિનિટે ભુજ, ઉત્તર ગુજરાત સહિત જમીન ઉપર સીધી ઉભેલી વસ્તુઓનો પડછાયો ગાયબ થઈ ગયો હતો.આવું દર વર્ષે આ દિવસે થાય છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે દરરોજ બપોરે 12 વાગ્યે સૂર્ય માથે આવે છે, પરંતુ તે સાવ સાચું નથી.

પૃથ્વીની ધરી સાડા ત્રેવીસ અંશ નમેલી હોવાના કારણે વર્ષ દરમિયાન સૂર્યની ગતિ પૃથ્વી ઉપરના કર્કવૃત અને મકરવૃત વચ્ચે રહે છે. દિવસોની વધઘટ તથા ઋતુઓમાં બદલાવ પણ આ કારણે જ થાય છે. ગુજરાતમાં કર્કવૃત્ત પસાર થતો હોઈ સૂર્ય જ્યારે કર્કવૃત ઉપર આવે છે ત્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રીની ઘટના બને છે. તે પહેલાં જે દિવસે સૂર્ય માથા ઉપર આવશે તેવા સ્થળોએ તે દિવસે સ્થાનિક મદ્યાહ્ને એક મિનિટ માટે પડછાયો ગાયબ થઈ જશે. ભુજ, માંડવી, મુંદ્વા, નલિયા, ભચાઉ, નખત્રાણા, ખાવડા, રાપર, લખપત, નારાયણ સરોવર તેમાં આવે છે.

મધ્યાહ્ને ટટ્ટાર ઉભી રહેલ વ્યક્તિ, વિજળીના કે વોલીબોલ ના થાંભલા કે ઉંચી સીધી દિવાલના પડછાયા જે તે વસ્તુ ઉપર જ પડતા હોવાથી પડછાયો જમીન ઉપર દેખાતો નથી.

આ પ્રયોગ દ્વારા બાળકોને પૃથ્વીની ધરી જે 23.5 અંશ નમેલી છે અને તેના કારણે ઋતુઓ થાય છે તે, દિવસ અને રાતની લંબાઈમાં થતી વધ ઘટ, અક્ષાંસ અને રેખાંશનું મહત્વ, સ્થાનિક મધ્યાહ્ન, આપણો પ્રમાણિત સમય કે જે અલાહબાદના રેખાંશ પ્રમાણે નક્કી થયેલો છે તે તથા સ્થાનિક સમય વચ્ચેનો તફાવત અને તેની અગત્યતા વગેરે બાબતો સમજાવી શકાય. જેવા સ્થળોએ સુર્ય ક્યારેય માથા ઉપર આવતો નથી જેથી આવી ઘટના ત્યાં બનતી નથી.

શુન્ય છાયા દિન માટે www.alokm.com/zsd.html વેબસાઈટ ઉપર જવાથી નકશો ખુલશે જેમાં આપના સ્થળ ઉપર ક્લિક કરવાથી સમય અને તારીખ જાણી શકાશે. સ્માર્ટ ફોન ધરાવનારા પ્લે સ્ટોર ઉપરથી ZSD નામની એપ્લિકેશન ડાઉલોડ કરી પોતાના ગામ કે શાળાનો શુન્ય છાયા દિન તારીખ અને સમય શોધી શકશે.

 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp