ટોયોટા લાવી રહી છે ફોર્ચ્યુનર જેવી દેખાતી HyCross કાર,આવતા અઠવાડિયે થશે લોન્ચ

PC: bgr.in

જાપાનની ઓટોમોબાઈલ નિર્માતા કંપની ટોયોટા ભારતમાં પોતાની નવી કાર લોન્ચ કરવા જઈ રહી છે. આ કંપનીની ઈનોવાનું નવું વેરિઅન્ટ હશે, જેને ઈનોવા હાઈક્રોસ નામ આપવામાં આવ્યું છે. આ કારને 21 નવેમ્બરે ઈન્ડોનેશિયામાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેને ભારતમાં 25 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે. જો કે, ઓફિશિયલ લોન્ચ પહેલા ગાડીનો એક ફોટો ઓનલાઈન લીક થયો છે, જેમાં ગાડીની એક્સટીરિયર ડિઝાઈન સ્પષ્ટ જોઈ શકાય છે. આમાં, ટોયોટા ઇનોવા હાઇક્રોસ ટોયોટા ફોર્ચ્યુનરની યાદ અપાવે છે. એક રિપોર્ટ અનુસાર, કંપનીએ ડીલરશિપ લેવલ પર ગાડી માટે બુકિંગ લેવાનું પણ શરૂ કરી દીધું છે.

ડિઝાઈનની વાત કરીએ તો તેની ફ્રન્ટ ડિઝાઈન એકદમ SUV જેવી છે. અહીં તમને એક હેક્સાગોનલ ગ્રિલ સાથે ક્રોમ એલિમેન્ટ્સ જોવા મળશે. સાથે જ સ્લીક LED હેડલાઇટ અને મસ્ક્યુલર ફ્રન્ટ બમ્પર આપવામાં આવ્યું છે.

સાઇડમાં પણ SUV જેવી મોટી વ્હીલ આર્ચ, અન્ડર-બોડી ક્લેડીંગ અને મસ્ક્યુલર કેરેક્ટર લાઇન્સ મળે છે. તેને ડ્યુઅલ ટોન ORVM સાથે LED ટર્ન સિગ્નલ મળશે. પાછળના ભાગમાં રેપરાઉન્ડ LED ટેલલેમ્પ્સ, એક રિયર વિન્ડશિલ્ડ વાઇપર અને સેન્ટરમાં ટોયોટાનો લોગો મળશે.

નવી ટોયોટા ઈનોવા હાઈક્રોસમાં મોટી સાઈઝનું સનરૂફ આપવામાં આવશે. તેમાં રૂફ-માઉન્ટેડ એર-વેન્ટ્સ અને એમ્બિયન્ટ લાઇટિંગ પણ મળશે. અને પાછળના મુસાફરો માટે, નવી ઇનોવા હાઇક્રોસ ફ્રન્ટ-સીટ માઉન્ટેડ રિયર મોનિટર સાથે આવશે.

આગામી ટોયોટા ઇનોવા હાઇક્રોસ કંપનીના મોડ્યુલર TNGA-C પ્લેટફોર્મ પર આધારિત હશે. ટોયોટાએ હજુ સુધી ટેક્નિકલ ફીચર્સ જાહેર કર્યા નથી. જો કે, એવી અપેક્ષા છે કે MPV નવા એન્જિન વિકલ્પ સાથે આવશે. આમાં રેગ્યુલર પેટ્રોલ પાવરટ્રેન (એક માઈલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ સાથે) અને એક સ્ટ્રોંગ હાઇબ્રિડ પેટ્રોલ એન્જિનનો સમાવેશ થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp