બ્રહ્માંડ 73km પ્રતિ સેકન્ડની ઝડપે વિસ્તરી રહ્યું છે, NASAએ કહ્યું- કંઈક ગરબડ છે

PC: gadgets360.com

હબ્બલ ટેલિસ્કોપ એ સૌથી શક્તિશાળી વેધશાળાઓમાંની એક છે જેણે વૈજ્ઞાનિકોને બ્રહ્માંડના ઘણા મહાન રહસ્યોને સમજવા અને ઉકેલવામાં મદદ કરી છે. છેલ્લા 30 વર્ષોમાં, ટેલિસ્કોપે 130 મિલિયનથી વધુ ફોટોગ્રાફ્સ લીધા છે. હવે તે તેના સૌથી પડકારજનક મિશન પર છે, બ્રહ્માંડ કેટલી ઝડપથી વિસ્તરી રહ્યું છે તે શોધવાનું. આ સંદર્ભમાં National Aeronautics and Space Administration ( NASAએ )એક ચોંકાવનારું નિવેદન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આપણા બ્રહ્માંડમાં ચોક્કસપણે કંઈક અસામાન્ય બની રહ્યું છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે રીતે ટેક્નોલોજીનો વિકાસ થયો છે, એને કારણે થવું એવું જોઇતુ હતુ કે વૈજ્ઞાનિકો બ્રહ્માંડના વિસ્તરણની ઘટનાનો વધુ સારી રીતે અભ્યાસ કરી શકતે.પરંતુ તેમ થતું દેખાતું નથી. NASAનું કહેવું છે કે બ્રહ્માંડના વિસ્તરણના દરમાં તફાવત છે. તે વૈજ્ઞાનિક ગણતરીઓ મુજબ હોવું જોઈએ તેવું નથી. આમાં કંઈક અસામાન્ય છે. તાજેતરના અવલોકનો સૂચવે છે કે બિગ બેંગ પછી બ્રહ્માંડમાં કંઈક અસાધારણ બની રહ્યું છે.

આનાથી વૈજ્ઞાનિકો મૂંઝવણમાં છે. આ વિચિત્ર ઘટનાને સમજવા માટે વૈજ્ઞાનિકો હબલ ટેલિસ્કોપના ડેટાનો અભ્યાસ કરી રહ્યા છે. વિજ્ઞાનીઓએ માઈલપોસ્ટ માર્કર્સના આ સમૂહને અવકાશ અને સમય અનુસાર નામ આપ્યું છે. આ માઈલપોસ્ટ આપણાથી કેટલા દૂર જાય છે તેના આધારે બ્રહ્માંડના વિસ્તરણની ઝડપ કેટલી છે તે જાણી શકાય છે.

NASA કહે છે કે હબ્બલે 1990 માં તેની શરૂઆતથી અત્યાર સુધીમાં 40 થી વધુ માઇલપોસ્ટ માર્કર્સનું માપાંકન કર્યું છે. સ્પેસ ટેલિસ્કોપ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના નોબેલ પુરસ્કાર વિજેતા એડમ રીસે જણાવ્યું હતું કે, તમે ટેલિસ્કોપ અને કોસ્મિક માઇલ માર્કર સાથે ઉચ્ચ ડિગ્રી માપન મેળવી રહ્યાં છો જે બ્રહ્માંડના વિસ્તરણ વિશે સચોટ માહિતી આપી રહ્યાં છે.

બ્રહ્માંડના વિસ્તરણનો અભ્યાસ 1920 માં શરૂ થયો હતો, જ્યારે એડવિન પી હબ્બલ અને જ્યોર્જ લેમેટ્રીએ તેનું માપ આપ્યું હતું. ટેલિસ્કોપનું નામ પણ એડવિન પી હબ્બલના નામ પરથી રાખવામાં આવ્યું છે. હબ્બલે કહ્યું કે આપણી આકાશગંગાની બહારની અન્ય આકાશગંગાઓ ધીમે ધીમે આપણાથી દૂર જઈ રહી છે. અને આ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. ત્યારથી વૈજ્ઞાનિકો આ ફેલાવાનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હબ્બલ ટેલિસ્કોપ સાથે તેના અભ્યાસની શરૂઆત થઈ ત્યારથી, એવું જાણવા મળ્યું હતું કે અત્યાર સુધી આ વિસ્તરણની ઝડપ જે મોડલ કહેતા હતા તેના કરતાં તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આ મોડેલોમાં, તેનો ફેલાવો દર મેગાપાર્સેક પ્રતિ સેકન્ડ 67.5 કિલોમીટર હોવાનું નોંધવામાં આવ્યું હતું, પરંતુ હબલ ટેલિસ્કોપથી તે 73 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોવાનું બહાર આવ્યું હતું.

આ ગેપને કારણે વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેઓ ફરીથી તેમનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છે. વૈજ્ઞાનિકો હવે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના ડેટાની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ આ રહસ્યના ઊંડાણમાં જઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp