વલસાડ પોલીસે પાર્સિંગ વગર ફરતી 2.44 કરોડની લક્ઝુરીયસ કાર ડિટેઇન કરી

PC: youtube.com

રાજ્યમાં નવા ટ્રાફિકના નિયમો લાગુ થયા પછી વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા મોટા-મોટા દંડ ફટકારવામાં આવી રહ્યા છે. પોલીસના ડરથી મોટા ભાગના વાહન ચાલકો નિયમનું પાલન કરતા થયા છે અને કેટલાક વાહન ચાલકો ખૂટતા ડોક્યુમેન્ટ મેળવવા માટે RTOની બહાર લાઈન લગાવી રહ્યા છે. ઘણા એવા કિસ્સાઓ પ્રકાસમાં આવ્યા છે કે, વાહન ચલાક પાસે જરૂરી ડોક્યુમેન્ટના અભાવે તેમનું વાહન ડીટેઈન કરવામાં આવ્યું હોય ત્યારે વલસાડ ટ્રાફિક પોલીસ દ્વારા કરોડો રૂપિયાની કારને ડોક્યુમેન્ટના આભાવે જમા કરવામાં આવી હતી. આ લક્ઝુરીયસ કારને થોડા દિવસો પહેલા જ ખરીદવામાં આવી હતી અને રજીસ્ટ્રેશન થયા પહેલા જ પોલીસે કારને ડીટેઈન કરી લીધી.

એક રિપોર્ટ અનુસાર વલસાડમાં એક યુવક પોતાની નવી લક્ઝુરીયસ જેગુઆર કાર લઇને રસ્તા પર ફરી રહ્યો હતો. લક્ઝુરીયસ કાર જોઈને ટ્રાફિક પોલીસના જવાને કારને અટકાવી હતી અને વાહન ચાલક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટની માંગણી કરી હતી. કાર ચાલક પાસે ગાડીના રજીસ્ટ્રેશન પેપર ન હોવાના કારણે 2.44 કરોડ રૂપિયાની જેગુઆર કારને ડીટેઈન કરવામાં આવી હતી. કાર ચાલક પાસેથી રજીસ્ટ્રેશન પેપર ન હોવાના કારણે કાર ચાલકને રજીસ્ટ્રેશન પેપર લઇને RTOમાં બોલાવવામાં આવ્યો હતો. જો કે, કાર ચાલક રજીસ્ટ્રેશન પેપરને RTO પર લઇને જશે ત્યારે જ ખબર પડશે કે, તેને કેટલો દંડ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, કાર ચાલકે ટ્રાફિક પોલીસને કહ્યુ હતું કે, દશેરાના દિવસે કાર લીધી છે અને કારના રજીસ્ટ્રેશન પેપર નથી. એટલા માટે તેની કાર ડીટેઈન કરવામાં આવી હતી. એવો નિયમ છે કે, કારની ખરીદીના સાત દિવસની અંદર કારનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે અને જો કાર ચાલકે રજીસ્ટ્રેશન સાત દિવસની અંદર નહીં કરાવ્યું હોય તો તેના પર લેટ રજીસ્ટ્રેશન બદલ કાર્યવાહી કરવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp