Vivoએ 200MP કેમેરા અને 6000mAh બેટરી સાથે Vivo X200 સીરિઝ ભારતમાં લોન્ચ કરી

PC: vivo.com

ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ Vivoએ ભારતીય બજારમાં બે નવા ફોન લોન્ચ કર્યા છે, જે કંપનીની X200 સિરીઝનો એક ભાગ છે. આ બ્રાન્ડે Vivo X200 Pro અને Vivo X200 લોન્ચ કર્યા છે. બંને સ્માર્ટફોન AMOLED સ્ક્રીન સાથે આવે છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.

સ્માર્ટફોનમાં ડાયમેન્સિટી 9400 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 16GB સુધીની રેમ સાથે આવે છે. હેન્ડસેટ Android 15 પર આધારિત Funtouch OS 15 પર કામ કરે છે. કંપની ચાર વર્ષનાં સિક્યોરિટી અપડેટ્સ અને 5 વર્ષનાં સિક્યુરિટી અપડેટ્સ આપશે. ચાલો તમને બતાવી દઈએ કે, આ ફોનની કિંમત અને અન્ય ફીચર્સ શું છે...

કંપનીએ Vivo X200ને બે કન્ફિગરેશનમાં લોન્ચ કર્યો છે. તેના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 65,999 રૂપિયા છે. જ્યારે તેના 16GB RAM + 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 71,999 રૂપિયા છે. તમે આ સ્માર્ટફોન નેચરલ ગ્રીન અને કોસ્મોસ બ્લેકમાં ખરીદી શકો છો.

પ્રો વેરિઅન્ટ વિશે વાત કરીએ તો, Vivo X200 Pro માત્ર એક જ કન્ફિગરેશનમાં આવે છે. તેના 16GB RAM + 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 94,999 રૂપિયા છે. આ ફોન Titanium ગ્રે અને Cosmos Black કલરમાં આવે છે. તમે 19મી ડિસેમ્બરથી આ ફોન ખરીદી શકશો.

તમે આજથી જ આ ફોનને પ્રી-ઓર્ડર કરી શકશો. બંને સ્માર્ટફોન પર તમને 7200 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર HDFC, SBI અને Flipkart Axis Bank કાર્ડ પર મળી રહ્યું છે.

Vivo X200 અને X200 Pro ડિઝાઇનના સંદર્ભમાં એકબીજા સાથે ઘણું સામ્ય ધરાવે છે. બંનેમાં એક સરખા પ્રોસેસર, કેમેરા અને અન્ય ઘણી સુવિધાઓ મળે છે. ચાલો જાણીએ તેમની વિશિષ્ટતાઓ શું છે.

ડિસ્પ્લે: Vivo X200-6.67-ઇંચની AMOLED સ્ક્રીન, 120Hz રિફ્રેશ રેટ, 4500 Nitsની પીક બ્રાઇટનેસ, Vivo X200 Pro-6.78-ઇંચ AMOLED સ્ક્રીન, 120Hz રિફ્રેશ રેટ, 4500 Nits પીક બ્રાઇટનેસ.

પ્રોસેસર: Vivo X200-Dimensity 9400, Vivo X200 Pro-Dimensity 9400

રેમ અને સ્ટોરેજ-Vivo X200-12GB/16GB RAM અને 256GB/512GB સુધી સ્ટોરેજ, Vivo X200 Pro-16GB RAM + 512GB સ્ટોરેજ.

સોફ્ટવેર: Vivo X200-Android 15 આધારિત Funtouch 15, Vivo X200 Pro-Android 15 આધારિત Funtouch 15.

રીઅર કેમેરા સેટઅપ-Vivo X200-50MP મુખ્ય લેન્સ, 50MP અલ્ટ્રા વાઇડ એંગલ અને 50MP ટેલિફોટો લેન્સ, Vivo X200 Pro-50MP મુખ્ય લેન્સ, 50MP અલ્ટ્રા વાઇડ એંગલ અને 200MP ટેલિફોટો લેન્સ.

ફ્રન્ટ કેમેરા-Vivo X200-32MP સેલ્ફી કેમેરા, Vivo X200 Pro-32MP

IP રેટિંગ-Vivo X200-IP69 + IP68, Vivo X200 Pro-IP69 + IP68

બેટરી-Vivo X200-5800mAh, Vivo X200 Pro-6000mAh

ચાર્જિંગ-Vivo X200-90W, Vivo X200 Pro-90W અને 30W વાયરલેસ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp