શું ટાટા નેનોનું ઇલેક્ટ્રિક વર્ઝન ભારતના રસ્તાઓ પર દોડશે?

PC: carblogindia.com

સોશિયલ મીડિયા પર હાલ કેટલાક દિવસોથી એક સવાલ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે કે, ભારતની સૌથી સસ્તી અને સૌથી નાની કાર ટાટા નેનો અકવાર ફરી દેશના રસ્તાઓ પર દોડવા માટે તૈયાર છે કે શુ?

ટાટા મોટર્સ શું નેનોના ઇલેકટ્રિક વર્ઝનને લોન્ચ કરવા જઈ રહી છે કે શું? ટાટા નેનોના ઇલેક્ટ્રિક વર્ઝનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. કહેવાઇ રહ્યું છે કે, ટાટા નેનો ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જમાં 160 કિલોમીટરની રેન્જ સાથે આવશે. પણ સવાલ એ છે કે આ કારને ક્યારે ભારતીય બજારમાં ઉતારવામાં આવશે. આ મુદ્દે કંપની દ્વારા હજુ કોઇ ખુલાસો થયો નથી.

જોકે, કેટલાક દિવસો પહેલા ટાટા સંસના ચેરમેન અને દેશના મોટા ઉદ્યોગપતિ રતન ટાટા ટાટા નેનો ઇલેક્ટ્રિક કારમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમની આ તસવીર ખૂબ જ વાઇરલ થઇ હતી. તસવીરોમાં ટાટા નેનો ઇવી પાસે રતન ટાટા અને તેમનો સહયોગી શાંતનુ નાયડુ પણ સાથે હતો. જાણકારી મુજબ રતન ટાટાને આ કાર ખૂબ જ પસંદ આવી હતી અને તેમણે કારમાં મુસાફરી કરવાનો આનંદ પણ લીધો હતો.

થોડા સમય પહેલા ટાટા મોટર્સે ટાટા નેનો કારનું પ્રોડક્શન બંધ કર્યું હતું. હવે પુના સ્થિત કંપની ઇલેક્ટ્રા ઇવીએ ટાટા નેનો કારનું ઇલેક્ટ્રિક વર્ઝન તૈયાર કર્યું છે. ઇલેક્ટ્રા ઇવીએ રતન ટાટા સાથે નેનો કારની તસવીરો શેર કરતી લખ્યું છે કે, આ ક્ષણ ઇલેક્ટા ઇવી માટે Moment Of Truthની છે. જ્યારે કંપનીની ટીમે કસ્ટમ બિલ્ટ નેનો ઇવીની સવારી કરી, જે ઇલેક્ટ્રા ઇવીની પાવર ટ્રેન પર તૈયાર કરવામાં આવી હતી.

કંપનીની ટીમ રતન ટાટાને નેનો ઇવીની ડીલીવરી કરી અને તેમનો ફીડબેક મેળવી ગૌરવ અનુભવી રહી છે. કસ્ટમ બિલ્ટ ટાટા નેનો ઇલેક્ટ્રિક કાર માટે પાવર ટ્રેન સોલ્યુશન બનાવનારી ઇલેક્ટ્રા ઇવીએ ખુદ રતન ટાટાને આ કાર ગીફ્ટ કરી છે. ઇલેક્ટ્રા ઇવીને રતન ટાટા દ્વારા જ શરૂ કરવામાં આવી હતી. કંપનીનું મુખ્યાલય પૂનામાં છે.

ટાટા નેનો ઇલેક્ટ્રિક કારના લોન્ચ વિશે હજુ સુધી કોઇ જાણકારી નથી મળી. ઓટો એક્સપર્ટ દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ઇલેક્ટ્રિક વ્હિકલના વિકસતા બજારમાં નેનો ઇલેક્ટ્રિક પણ એન્ટ્રી લઇ શકે છે.

ટાટા નેનો એક 4 સીટર કાર છે. ઇલેક્ટ્રિક ઇવીએ 624 સીસી વાળા પેટ્રોલ એન્જીનને હટાવીને નેનોમાં 72 વોટ વાળી ઇલેક્ટ્રિક પાવર ટ્રેન લગાવી છે. આ કારમાં સુપર પોલીમર લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારની રેન્જ 160 કિલોમીટરની હોવાનો દાવો કરાઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp