સાવધાન! ફોનથી થઈ શકે છે કેન્સરનું જોખમ, બચવું હોય તો ચેક કરી લો આ વસ્તુ

PC: quora.com

આપણે જ્યારે પણ નવો ફોન ખરીદવાનો હોય છે, તેમાં આપણે કેમેરા, RAM, સ્ટોરેજ, બેટરી સહિત ઘણી બધી વસ્તુ જોઈએ છીએ, જેથી આપણને સારા પરફોર્મન્સવાનો ફોન મળી શકે, પરંતુ કોઈ પણ ફોન ખરીદતી વખત SAR Valueને ચેક નથી કરતા. ફોનનું ફીચર વ્યક્તિના સ્વાસ્થ્ય માટે સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે. તેની વેલ્યૂ વધી જવાથી આપણા શરીર પર તેની ખતરનાક અસર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે SAR Value સ્માર્ટફોનથી નીકળતા રેડીએશન લેવલને દર્શાવે છે.

તેનું આખું નામ Specific Absorption Rate થાય છે. જો કોઈ સ્માર્ટફોનની SAR Value વધારે હોય છે તો તેનો અર્થ આ ફોનથી રેડીએશનનું જોખમ ખૂબ વધારે થઈ જાય છે. આ રેડીએશન રેડિયો તરંગોના માધ્યમથી થાય છે, જે આપણા ફોનથી થઈને નીકળે છે. સ્માર્ટફોનથી નીકળતા રેડિયો ફ્રિક્વેન્સીને આપણું શરીર ઑબ્ઝર્વ કરે છે, જેથી આપણને સ્કીન, એલર્જી, ડિપ્રેશન, બ્રેન ટ્યૂમર અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે.

આપણો ફોન રેડિયો ટ્રાન્સમીટરની જેમ કામ કરે છે, જે નેટવર્ક તરંગોને રીસિવ અને સેન્ડ કરે છે. આ કામ ફોનમાં ઉપસ્થિત એન્ટીનાના માધ્યમથી થાય છે જે મોબાઈલ ટાવર સુધી પહોંચે છે અને પછી પરત ફોનમાં આવી જાય છે. આ તરંગો આપણી આસપાસ થઈને પસાર થાય છે, જેને આપણી આંખો જોઈ શકતી નથી. એ આપણા શરીરમાં પણ પહોંચી જાય છે. જો કે, એક્સપર્ટ્સ મુજબ અત્યાર સુધી એ જાણકારી મળી શકી નથી કે મોબાઈલ રેડીએશનથી કોઈને કેન્સર કે બ્રેન ટ્યૂમર જેવી ગંભીર બીમારી થઈ છે, પરંતુ કોઈ પણ દેશમાં સરકાર SAR Valueનું નિર્ધારણ તેના આધાર પર કરે છે કે જો કોઇ ફોનની SAR Value નક્કી સીમાથી વધારે હોય છે તો એ ફોનને બેન કરી દેવામાં આવે છે.

એટલે સારું હશે કે તમે નક્કી સીમાથી વધારે રેડીએશનવાળા ફોન ન ચલાવો. સંચાર મંત્રાલય મુજબ, સ્માર્ટનોની SARની એક નક્કી વેલ્યૂ હોવી જોઈએ. ફોનમાં રેડીએશન 1.6 વોટ/કિગ્રાથી નીચે હોવી જોઈએ. જો તમે ફોનનો ઉપયોગ કરી રહ્યા છો અને તેની SAR Value 1.6 વોટ/કિલોગ્રામથી વધારે છે તો તેનાથી તમારા શરીરને નુકસાન પહોંચી શકે છે. એટલે નવો ફોન ખરીદતી વખત તમારે SAR Value ચેક કરવાની હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp