કાગારોળ મચાવનારાઓને લપડાક: પ્રદુષણ ન કરે તેવા ફટાકડા બનશે

PC: scienceindiafest.org

દિવાળી પછી વૈજ્ઞાનિકો એવા ફટાકડાનું નિર્માણ કરશે જેનાથી પ્રદૂષણ ન ફેલાય અને બાળકોના સ્વાસ્થ્યને નુકશાન ન થાય. ફટાકડાથી ફેલાતા પ્રદૂષણ અને બાળકોને થતા નુકસાનનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ડૉ. હર્ષવર્ધને જાહેરત કરી છે કે દિવાળી પછી વૈજ્ઞાનિકોના એક સંમેલનનું આયોજન કરવામાં આવશે.

તેમણે કહ્યું કે એમાં અમે એ સુનિશ્ચિત કરીશું કે દેશમાં એવા ફટાકડાનુ્ં નિર્માણ કરવામાં આવે જેનાથી પ્રદૂષણ ન ફેલાય અને બાળકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય. ડૉ. હર્ષ વર્ધને આ વાત ગઈકાલે ચેન્નાઈ ખાતે ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવના સમાપન પ્રસંગે પોતાના ભાષણ દરમિયાન કહી હતી.

ડૉ. હર્ષવર્ધને વધુમાં જણાવ્યું હતું કે દેશના વૈજ્ઞાનિકોએ આ પડકારને ઉપાડી લીધો છે અને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવતી દિવાળી પહેલા પ્રદૂષણમુક્ત ફટાકડાનું નિર્માણ થઈ જશે.

ભારત આંતરરાષ્ટ્રિય વિજ્ઞાન ઉત્સવ (આઈઆઈએસએફ-2017)ના સમાપન પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp