બીચ ફેસ્ટીવલ દરમિયાન સુવાલીના દરિયામાં એક યુવતી અને બે યુવકો ડૂબ્યા

PC: gcaptain.com

સુરતના સુવાલીના દરિયામાં એક યુવતી અને બે યુવકો ડૂબવાની ઘટના બની છે. ફાયર વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર ઘટનાની વાત કરવામાં આવે તો હાલ સુવાલીના દરિયા કિનારે બીચ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે. જે ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો સુવાલી બીચ પર પહોંચ્યા હતા. બીચ ફેસ્ટીવલ દરમિયાન એક યુવતી સહિત બે યુવકો દરિયામાં ડૂબ્યા હતા.

લોકોના કહેવા અનુસાર એક યુવતી અને બે યુવકોને કિનારેથી દરિયાના પાણીમાં જઈ રહ્યા હતા તે દરમિયાન આ ત્રણેયને પાણીમાં જતા રોકવા માટે લોકોએ બૂમાબૂમ કરીને પાણીની બહાર આવવાનું કહ્યું હતું. પરંતુ યુવતી અને બે યુવકો એ લોકોનું કહ્યું માન્યું નહીં અને દરિયાના પાણીમાં જતા રહ્યા. જેના કારણે એકાએક પાણી વધી જવાના કારણે આ ત્રણેય પાણીમાં ડૂબ્યા હતા. ઘટનાની જાણ લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલા સ્થાનિક તરવૈયાઓએ દરિયામાં છલાંગ લગાવીને એક યુવતી અને યુવકનું રેસ્ક્યૂ કર્યું હતું. હાલ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને દરિયામાં ડૂબેલા એક યુવકની શોધખોળ શરૂ કરી છે.

બીચ ફેસ્ટીવલમાં આ પ્રકારની ઘટના બનવાના કારણે ક્યાંકને ક્યાંક તંત્રની કામગીરી પર પણ સાવાલ ઊઠી રહ્યા છે કે, તંત્રને અગાઉથી જ જાણ હતી કે, બીચ ફેસ્ટીવલમાં મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે ભેગા થશે. શું લોકોની સુરક્ષામાં માટે તંત્ર દ્વારા કોઈ વિચાર જ નહીં કર્યો હોય? જો તંત્ર દ્વારા લોકોની સુરક્ષામાટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોત તો આ પ્રકારની ઘટના બની ન હોય. બીચ ફેસ્ટીવલ દરમિયાન એક યુવતી અને બે યુવકો દરિયામાં ડૂબતા ક્યાંકને ક્યાંક તંત્રની બેદરકારી સામે આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp