સુરતમાં 3500 હીરાની ઘંટી ભંગારમાં વેચવી પડી, નાના કારખાનેદારો મુશ્કેલીમા

PC: Khabarchhe.com

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 2 વર્ષથી મંદી ચાલી રહી છે અને હવે આ મંદીનો અજગર ભરડો એટલો વધી ગયો છે કે અનેક નાના કારખાનેદારોએ તેમના કારખાના બંધ કરી દેવાની નોબત ઉભી થઇ છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો રત્નકલાકારો તો મુશ્કેલીમાં છે જ.

સુરતના વરાછા, કતારગામ, અશ્વનીકુમાર રોડ પર આવેલા ગોડાઉનોમાં અત્યારે હીરાની ઘંટીનો ભરાવો થયો છે. આ ઘંટીઓ ભંગારમાં વેચવા માટે આવેલી છે અને 6 મહિનાથી સતત નાના કારખાનેદારો કારખાના બંધ કરીને ઘંટીને ભંગારમાં વેચી રહ્યા છે.

 ભંગારના વેપારીનું કહેવું છે કે, પહેલાં અમે હીરાની ઘંટી આવતી તો તેને થોડું રિપેરીંગ કરીને વેચી દેતા હતા અને કારખાનેદારો ખરીદતા પણ હતા, પરતુ રિપેર કરાયેલી ઘંટી હવે વેચાતી નથી અને તેની સામે રોજ પડેને ભંગાર થયેલી ઘંટીઓ આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp