સુરતના 4 યુવાનોએ દેશ-વિદેશના રોકાણકારો માટે બનાવ્યું સ્ટાર્ટઅપ

PC: Khabarchhe.com

સુરત સ્થિત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સક્ષમ કરનાર IVY Growth એસોસિએટ્સ દ્વારા આગામી 16થી 18 જૂન દરમિયાન સુરતમાં ફ્લેગશિપ ઇવેન્ટ ટ્ટેન્ટીવન બાય સેવન્ટી ટુની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે.  આ ઇવેન્ટનો હેતુ સુરત સહિત ગુજરાતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મેપ પર મુકવાનો છે. આ સ્ટાર્ટઅપ સમિટમાં 200થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો, 500થી વધુ રોકાણકારો  અને ઉદ્યોગ અગ્રણીઓ સહિત 10 હજારથી વધુ લોકો જોડાશે. આ ઇવેન્ટ નેટવર્કિંગ શીખવા અને સહયોગ માટે પ્લેટફોર્મ પુરુ પાડશે. 50થી વધુ VCs, 15થી વધુ એન્જલ નેટવકર્સ અને 300થી વધુ એન્જલ રોકાણકારોની હાજરી સાથે ઇવેન્ટ સ્ટાર્ટઅપ્સને તેમની ઓફર પ્રદર્શિત કરવા અને દેશના ટોચના રોકાણકારો સમક્ષ તેમના વિચારો રજૂ કરવાની તક પુરી પાડશે. આ સ્ટાર્ટઅપ સમિટમાં બોટના કો-ફાઉન્ડર અમન ગુપ્તા અને મામાઅર્થના કો-ફાઉન્ડર ગઝલ અલઘ હાજર રહેશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp