પલસાણામાંથી પોલીસે બ્રાન્ડેડ કંપનીના નકલી શુઝનો લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો

PC: youtube.com

સુરત જીલ્લા SOGને બાતમી મળી હતી કે, સુરતના પલસાણા તાલુકામાં આવેલા સલીમ ફેશન મિલની બિલ્ડીંગમાં બ્રાન્ડેડ કંપનીના નકલી શુઝનું વેચાણ થઇ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે સલીમ ફેશનમાં મિલની બિલ્ડીંગમાં રેડ કરી હતી. રેડ કરતાની સાથે પોલીસ ચોંકી ઉઠી હતી. કારણ કે, મિલમાં Nike, Adidas, એરઝોક જેવી અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના 4394 શુઝ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા મુંબઈથી IPR સર્વિસીસ લિ.ના મેનેજરને બોલાવી તમામ કંપનીના શુઝની ખરાઈ કરાવતા મિલમાં રહેલા તમામ શુઝ બ્રાન્ડેડ કંપનીની કોપી હોવાનું જાણવા મળ્યું હતું.

આ સમગ્ર મામલે પોલીસે તપાસ આગળ વધારતા પોલીસને જાણવા મળ્યું હતું કે, આ તમામ અલગ-અલગ બ્રાંડના શુઝ દિલ્હીથી અમિત નાગપાલ નામનો વ્યક્તિ મોકલતો હતો અને મોહંમદ સાદીક ઇસમ તેને Snapdeal પર ઓનલાઈન વેચતો હતો. એટલે કે, જે લોકો ઓનલાઈન આ લોકો પાસેથી ઓરીજીનલ સમજીને શુઝ મગાવતા હતા, તે લોકોને આ બંને ઇસમો નકલી માલ પહોંચાડતા હતા.

હાલ પોલીસે કોપીરાઈટ ભંગના કાયદા અનુસાર 88 લાખથી વધુનો ડુપ્લિકેટ શુઝનો જથ્થો કબ્જે કરીની બંને ઇસમો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. માલ મોકલનાર અને તેનું વેચાણ કરનાર પોલીસના હાથે પકડાશે પછી આખા કૌભાંડનો પર્દાફાશ થશે કે, નકલી શુઝને ઓરીજનલ કહીને ગ્રાહકોને છેતરવામાં કેટલા ઇસમોની સંડોવણી છે અને તેઓ કેટલા સમયથી આ કામ કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp