તાપીમાં ટેન્ડર વિના રેતી કાઢવાનો કોન્ટ્રાક્ટ રદ હોવાનું માની નવી 60 અરજી આવી ગઇ

PC: khabarchhe.com

તાપી શુદ્ધિકરણ માટે રાજ્યસરકારે 23 કિલોમીટર વિસ્તારમાં નદીને ઉંડી કરવા માટે રાજકોટની એક કંપનીને ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ આપી દીધો હોવાની વાત બહાર આવતા ભારે વિવાદ થયો હતો. હવે એવી વાત આવી છે કે સરકારે તે કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે જેને લઇને 60 જેટલી મંડળીઓએ રેતી કાઢવા અરજી કરી છે.
નદીની વહન ક્ષમતા 70 ટકા જેટલી ઘટી જતા તેને ઊંડી કરવાનો રિપોર્ટ અગાઉ થયો હતો પરંતુ તેને કોઇ કારણસર રાજ્યસરકારે અટકાવી દીધો હતો. પછી તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ શરૂ કરાયો. આ પ્રોજેક્ટ અંતર્ગત સૌથી પહેલા નદીને ઊંડી કરવાનો કોન્ટ્રાક્ટર સરકારે ખાનગી કંપનીને સોંપી દીધો. તેમાં સરકાર ખર્ચ કરવાની ન હતી પરંતુ પીપીપી ધોરણે કામ આપી તેમાંથી રોયલ્ટી લેવાની હતી. જોકે, તાપીમાં કેટલી રેતી કે માટી છે અને તેનાથી સરકારને કેટલા રૂપિયા મળે અને ખાનગી કંપની કેટલા લઇ જાય તેનો કોઇ જ હિસાબ ન હોવાથી વિવાદ ઊભો થયો હતો. હવે એવી વાત આવી છે કે સરકારે પીપીપી ધોરણે કામ આપવાની વાત પર હાલ પૂરતી બ્રેક મારી છે. આ વાત જાણાને 60 જેટલી પાર્ટીઓ અને મંડળીઓએ નદીને ઊંડી કરવામાં રસ બતાવ્યો છે. હવે જોવાનું રહ્યું કે સરકાર મંડળીઓને કોન્ટ્રાક્ટ આપે છે કે પછી ટેન્ડર બહાર પાડે છે. એવું પણ બને કે ખાનગી કંપનીએ જુદી જુદી પાર્ટીઓ મારફતે આ અરજીઓ કરાવી હોય. જે પણ હોય પરંતુ લોકોને તો તાપી શુદ્ધિકરણ થાય તેનાથી મતલબ છે. છેલ્લા ઘણા વર્ષોથી માત્ર વાતો જ થઇ રહી છે. ઉકાઇ ડેમમાં પાણી નથી. સુરત સહિત ઘણા શહેરોમાં પાણીની અછત છે. ઉદ્યોગોને તો નહેરનું પાણી સપ્લાય કરવાનું બંધ જ કરી દેવાયું છે. આ બધી પરિસ્થિતિમાં સરકાર વહેલામાં વહેલી તકે કોઇ વિવાદ વગર આ કામનો ઉકેલ લાવે તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp