સુરતના મેયર અને ભાજપના MLA અરવિંદ રાણા સામસામે આવી ગયા
શિસ્તની પાર્ટી ગણાતી ભાજપમાં હવે આંતરિક વિખવાદો સામે આવી રહ્યા છે. સુરત- પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ સેન્ટ્રલ ઝોનની સમસ્યા રજૂ કરી તો મેયર દક્ષેણ માવાણીએ ધારાસભ્યને 20 પાનાનો જવાબ અને 3 વર્ષમાં થયેલી કામગીરી લખીને મોકલી આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો અને અધિકારીઓ જમ્મૂ-કાશ્મીરની સ્ટડી ટૂર પર જઇ રહ્યા છે અને 2 કરોડનો ખર્ચ થવાનો છે તેની સામે ભાજપના કાર્યકરે પત્ર લખ્યો છે.
ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલન બેઠકમાં રજૂઆત કરી હતી કે, 10 વર્ષથી સેન્ટ્રલ ઝોનમાં ખોદકામ ચાલી રહ્યું હોવાને કારણે લોકો હિજરત કરી રહ્યા છે. આ વિસ્તારાં સીસી રોડ બનાવવામાં આવે. આ વિશે સુરતના મેયર દક્ષેણ માવાણીએ અરવિંદ રાણાને 20 પાનાનો જવાબ મોકલ્યો છે અને 3 વર્ષમાં જે કામગીરી થઇ છે તેનો હિસાબ આપી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp