નોટબંધીના 2 વર્ષ બાદ પણ પકડાઈ રહી છે જૂની નોટ, 3 કરોડની વધુ જૂની નોટ પકડાઈ

PC: news18.com

કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 ચલણી નોટને બંદ કર્યાના બે વર્ષ કરતા પણ વધારે સમય થયો છે ત્યારે હજૂ પણ જૂની નોટોને બદલાનું કૌભાંડ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે કારણકે ગુજરાતના પોલીસ દ્વારા છાસવારે કરોડો કે લાખો રૂપિયાની રદ થયેલી નોટો સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. રવિવારે કરોડો રૂપિયાની જૂની ચલણી નોટ પકડાવાનો કિસ્સો નવસારીમાં સામે આવ્યો છે. નવસારી LCBએ 4 લોકોને 3 કરોડ રૂપિયાની નાબુદ થયેલી ચાલણી નોટ સાથે ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો કેટલાક ઇસમો 500 અને 1000ની જૂની ચલણી નોટ સાથે નવસારી તરફ આવતા હોવાની બાતમી નવસારી LCBને મળી હતી. બાતમીના આધારે પોલીસે રવિવારે રાત્રે નેશનલ હાઈવે 48 પર ચેકિંગની કામગીરી શરૂ કરી હતી.

જે સમયે પોલીસ વાહનોના ચેકિંગ કરી રહી તે દરમિયાન પોલીસે મહારાષ્ટ્રના પાર્સિંગવાળી ગાડીની તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં બંધ થયેલી જૂની ચલણી નોટ મળી આવી હતી. આ કારણે પોલીસે કારમાં સવાર ચાર ઇસમોની અટકાયત કરી કાર સાથે જૂની ચલણી નોટને કબજે કરી હતી. હાલ નવસારી LCB દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવશે કે, તેઓ નોટબંધીના આટલા સમય પછી આ નોટો કોની પાસેથી લાવ્યા હતા, શેના માટે લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા. આ ઘટનાની જાણ નવસારી જિલ્લા પોલીસ વડાને થાતે તેમણે LCBને આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરવાના આદેશો આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp