ખબર પડી, મળસ્કે શહેરમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

PC: Rain in Surat

- - કોટ વિસ્તારમાં અને વરાછામાં સૌથી વધારે અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો
- - રાંદેર-અડાજણમાં એક ઇંચ અને લિંબાયત, અઠવામાં માત્ર હળવા ઝાપટાં પડ્યાં

શહેરમાં વિધિવત ચોમાસુ બેસે તેની જે રાહ જોવાતી હતી, તેણે મંગળવારે વહેલી સવારે દસ્તક દઈ દીધી હતી. વહેલી સવારે શહેરમાં વરસાદે સપાટો બોલાવ્યો હતો. લગભગ આખા શહેરમાં વરસાદ પડ્યો હતો. કોટવિસ્તારમાં એટલે કે સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધારે 60 મિ.મિ. એટલે સવા અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરાછાઝોનમાં અને તેમાં પણ ખાસ કરીને પુણા, સરથાણા, મોટાવરાછા, સીમાડા જેવા નવા વિસ્તારોમાં 53 મિ.મિ એટલે સવા બે ઇંચ વરસાદ પડ્યો હતો. કતારગામ ઝોનમાં સવા ઇંચ એટલે કે 30 મિ.મિ વરસાદ નોંધાયો હતો. રાંદેર ઝોનમાં 25 મિ.મિ. અને અઠવાઝોનમાં 11 મિ.મિ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું હતું.

વરસાદની એન્ટ્રી સાથે જળસપાટીમાં હળવો વધારો
- ઉકાઈ ડેમઃ 275.97 ફૂટ,
- ઉકાઈ ઇનફ્લોઃ 600 ક્યૂસેક
- વિયર કમ કોઝવેઃ 4.42 મીટર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp