મહામારીમાં સમસ્યાઃ 8 દિવસથી હોસ્પિટલની સીડી પર સારવાર લેવા મજબૂર

PC: divyabhaskar.co.in

કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા વાવાઝોડાની ગતિએ વધી રહી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી 3000થી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્રએ અન્ય વ્યવસ્થા ઊભી કરી કેસને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહાનગર સુરતમાંથી લાચારીનું એક દયામણું ચિત્ર સામે આવ્યું છે. એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોના વાયરસની પીડાઈ રહ્યા છે. પણ સારવાર દરેકને મળતી નથી.

મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લામાં એક વૃદ્ધ દંપતિ તથા એમનો 32 વર્ષનો પુત્રનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. વધુ સારી સારવારની આશાએ આ પરિવાર સુરત આવ્યો હતો. હાલ એના પિતા જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે માતા અને પુત્ર હોસ્પિટલની બહાર સીડી પર સારવાર લઈ રહ્યા છે. એક બાજું હોસ્પિટલમાં પથારીઓ ખૂટી રહી છે. આવી લાચારીને જોઈને ભલભલા લોકોને દયા આવી જાય. સુરત શહેરમાં સરકારી અને ખાનગી બંને હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે.

આવા માહોલ વચ્ચે મહારાષ્ટ્રથી આવેલા આ પરિવારને હોસ્પિટલમાં સ્થાન મળ્યું નથી. વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ યુનિકમાં જવાની ફરજ પડી હતી. પણ ખાનગી હોસ્પિટલની ખર્ચાળ સારવાર દરેકના ખિસ્સાને પોસાય એમ નથી. એટલે માત્ર પિતાને જ એડમિટ કરાયા હતા. એક અઠવાડિયાથી પિતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે માતા અને પુત્ર હોસ્પિટલની બહાર પગથિયા પર સારવાર લઈ રહ્યા છે. સુરત શહેરમાંથી કોરોના વાયરસને કારણે કુલ 240 લોકોના મૃત્યુ થયા છે. સ્માશનમાં જગ્યા ખૂટી પડતા મૃતદેહની અંતિમ ક્રિયા માટે પણ વેઈટિંગમાં રહેવાની સ્થિતિ આવી છે. સુરત સ્મશાનમાં અંતિમ વિધિ માટે હેવ ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ટોકન અનુસાર જેનો નંબર આવે એનું નામ જાહેર કરવામાં આવે છે. ત્યાર બાદ મૃતદેહની અંતિમ વિધિ થાય છે.

અત્યાર સુધી વેઈટિંગ લીસ્ટ 2થી4 કલાકનું હતું પણ છેલ્લા બે દિવસમાં મરણાંક વધતા આ યાદીમાં પણ વધારો થયો છે. હવે આઠથી દસ કલાક બાદ અંતિમવિધિ માટે વારો આવે છે. સિવિલ કોવિડની સાથે નોન કોવિડ ઓપીડી પણ ચાલી રહી હોવાથી બુધવારે સવારે જુનિયર ડૉક્ટર એસો.ને મેડિકલ કૉલેજમાં મિટિંગ કરતા જિલ્લા ક્લેક્ટર, ડીન, સુપ્રિટેન્ડેન્ટ સહિતના પદાધિકારીઓ પાસે સ્ટાફ વધારવા માટે માગ કરી હતી. સરકારી મેડિકલ કૉલેજના ડીન ડૉ.ઋતુંભરા મહેતાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં કોરોના સિવાયના દર્દીઓની સારવાર આપવાનું બંધ કરી શકાય છે. વર્ક લોડ વધી ગયો છે એ વાત સાચી છે. બીજી બાજું વલસાડ મેડિકલ કૉલેજથી મેડિસીનના ચાર, એનેસ્થેસિયાના બે તબીબી પ્રધ્યાપક તેમજ, ભાવનગર, જામનગરથી 16 રેસિડેન્ટ ડૉક્ટર તથા 40થી વધારે નર્સ ડેપ્યુટેશન પર આવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp