સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રેલવેના એક કોચમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો

PC: khabarchhe.com

ઉધના રેલવે સ્ટેશન પર આવતીકાલે શનિવારે રેલવે મંત્રી પિયુષ ગોયેલ તથા રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહાઈ આવવાના છે, ત્યારે આજે ઉધના રેલવે સ્ટેશનના યાર્ડમાં એક બંધ કોચમાં બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. રેલવે તંત્ર કંઈ સમજે તે પહેલા આગે આખા કોચને લપેટમાં લઈ લીધો હતો, જેના કારણે ધુમાડાના ગોટેગોટા દુર સુધી દેખાતા હતા. સમગ્ર ઘટનાને લઇને યાત્રીકોમાં નાસભાગ મચી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રેલ્વેના કોચમાં લાગેલી આગ પર પાણીનો મારો ચાલવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા.

રેલવે મંત્રીના આગમન પૂર્વે રેલ્વે તંત્ર તૈયારીમાં વ્યસ્ત હતું, ત્યારે આ આગ કોઈ ટિખળખોરોએ લગાવી હોવાની આશંકા સાથે RPF અને GRPA દ્વારા સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. રેલ્વેના કોચમાં આગ લાગવાની આ કોઈ પહેલી ઘટના નથી, આ અગાઉ પણ બે વાર રેલવેના કોચમાં આગ લાગવાની ઘટના બની ચૂકી છે. રેલ્વે સ્ટેશન પર પડ્યા રહેતા અસામાજિક તત્ત્વો દ્વારા આવી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યું હોય તેવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અસામાજિક તત્ત્વોને રેલ્વે સ્ટેશન પરથી દૂર કરવા માટે RPF અને GRPA દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેઓ અસામાજિક તત્ત્વોને દૂર કરવામાં સફળ થયા નહીં.

રેલવે મંત્રીના આગમન પૂર્વે સુરતના ઉધના સ્ટેશને કોચમાં આગ

રેલવે મંત્રીના આગમન પૂર્વે સુરતના ઉધના સ્ટેશને કોચમાં આગ, ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અસામાજિક તત્ત્વોએ બે વાર આવી જ ખાલી કોચમાં આગ ચાંપી હતી.

Posted by Khabarchhe on Friday, February 15, 2019

આવતીકાલે શનિવારે ઉધના રેલવે સ્ટેશન પર ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી આપવાનો કાર્યક્રમ છે અને તેમાં રેલવે મંત્રી પિયુષ ગોયેલ તથા રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહાઈ આવવાના છે, ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર રેલવે તંત્ર દ્વારા કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી હતી, તે જ સમયે રેલ્વે સ્ટેશનના સામેના યાર્ડમાં જ બ્રેક ડાઉન સ્ટાફની ટ્રેનિંગ માટે રખાયેલા બિન ઉપયોગી કોચમાં આગ લાગવાના કારણે રેલવે તંત્ર તૈયારી મુકી ત્યાં દોડી ગયું હતું અને આ કોચ સાથે જોડાયેલા બીજા કોચને અલગ પાડ્યો હતો અને બાદમાં સુરત ફાયર બ્રિગેડની મદદથી આગને કાબૂમાં લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp