નેતાની હોટલમાં ચાલતા જુગારધામ પર દરોડા, શકુનીઓ ઉભી પૂછડીએ ભાગ્યા

PC: youtube.com

છેલ્લા ઘણા સમયથી છાસવારેને છાસવારે રાજ્યમાં જુગારના અડ્ડા ઝડપાયા હોવાના કિસ્સા પ્રકાશમાં આવે છે. ત્યારે આજે ફરીથી વડોદરામાંથી ભાજપના નેતાની હોટલમાંથી જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે. ઘણા સમયથી અહીં જુગારધામ ચાલતું હતું.

મળતી માહિતી પ્રમાણે ભરૂચ તાલુકાના મંત્રીની હોટલમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને જુગારધામ ઝડપાયું છે. તેમજ એલસીબીએ જુગાર રમતા 17 લોકોની ધરપકડ કરી છે. તેમજ કિસ્મત હોટલમાં જુગારઘામ ચાલતું હતું તેમજ આ હોટલ પાલેજ હાઈવેથી નજીક છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, જુગારધામ ચાલતું હોવાની વાત જિલ્લા એલસીબીએ મળી હતી જેના આધારે કરજણ તાલુકાના સાસરોદ ગામની હદમાં પાલેજ, ભરૂચ હાઈવે પર આવેલી હોટલ પર પોલીસે દરોડા પાડીને જુગારધામ ઝડપી પાડ્યું. તેમજ પાલેજ નેશનલ હાઈવે પાસે આવેલી કિસ્મત કાઠિયાવાડી હોટલમાં ઉપરનાં માળમાં પોલીસે રેડ પાડી હતી અને જુગારીઓને પકડી પાડ્યા.

તેમજ પોલીસે 17 જેટલા જુગારીઓની અટકાયત કરી છે. તે સિવાય 9 બાઈક,1 રિક્ષા, અને મોબાઈલ મળીને કુલ 50,7000નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે. ખાસ વાત એ છે કે જે હોટલમાંથી જુગારીઓને પકડવામાં આવ્યા તે ભરૂચના ભાજપના તાલુકામંત્રી જયેશ સોજીત્રાની હોટલ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp