સુરતીઓ માટે આનંદના સમાચાર: શરૂ થઈ શકે છે વધુ એક ફ્લાઈટ

PC: northeasttoday.in

જૂન અથવા જુલાઈ મહિનામાં સ્પાઈસજેટ સુરત એરપોર્ટથી જૈસલમેર માટે એક નવી ફ્લાઈટ શરુ કરી શકે છે. WWWASના સભ્ય સંજય જૈને જણાવ્યું હતું કે સ્પાઈસજેટે આશ્વાસન આપ્યું છે કે તેઓ સુરતથી આ નવી કનેક્ટિવિટી આપવા માટે ખૂબ ઉત્સુક છે.

નોંધનીય છે કે સ્પાઈસજેટ આવનારા દિવસોમાં 55 નવા એરક્રાફ્ટ ખરીદશે. સ્પાઈસજેટે ચેમ્બરને પત્ર લખીને જાણકારી માગી હતી કે સુરતથી અન્ય કયા શહેરોને ફ્લાઈટ કનેક્ટિવિટીથી જોડી શકાય એમ છે? જોકે આ નવી ફ્લાઈટ કનેક્ટિવિટી આપવા માટે સ્પાઈસજેટે સત્તાવાર જાહેરાત કરી નથી. મેનેજમેન્ટે જણાવ્યું હતું કે તેઓ જલદી તેની જાહેરાત કરશે. જૈસલમેર માટે શરુ થનારી આ નવી કનેક્ટિવિટીને 'ઉડાન સ્કીમ' અંતર્ગત શરુ કરવામાં આવશે.

ગયા વર્ષે કરવામાં આવી હતી જાહેરાત

ગયા વર્ષે ઝૂમ એર દ્વારા જૈસલમેર માટે નવી ફ્લાઈટ શરુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ ફ્લાઈટ શરુ થઈ શકી ન હતી. હવે સ્પાઈસજેટ મેનેજમેન્ટ 'ઉડાન સ્કીમ' અંતર્ગત તેણે શરુ કરવા જઈ રહ્યું છે. WWWASએ ગયા વર્ષે જુલાઈમાં ચિતોડગઢના સાંસદ અને એવિયેશન કમિટીના મેમ્બર ચંદ્રપ્રકાશ જોષી સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી તેમણે આશ્વાસન આપ્યું હતું કે સુરતથી જૈસલમેર વચ્ચે ફ્લાઈટ જલદી શરુ કરાશે.

એર એશિયાની બેંગ્લોર ફ્લાઈટ 1 જૂનથી

એર એશિયા મેનેજમેન્ટે 1 જૂનથી સુરતથી બેંગ્લોર વચ્ચે ફ્લાઈટ શરુ કરવાનો નિર્ણય કર્યો છે. તેના બુકિંગની શરૂઆત પણ થઈ ચૂકી છે. આ ફ્લાઈટ શરુ થવાથી સુરતથી બેંગ્લોર જવા માટે યાત્રીઓએ મુંબઈ કે અમદાવાદ જવાની જરૂરિયાત નહીં પડશે. સુરતથી બેંગ્લોર માટે બેઝ ફેર માત્ર 3,499 રૂપિયા રાખવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp