હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાનું નીકળ્યું સુરત કનેક્શન

PC: twitter.com

હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. એવી જાણકારી મળી છે કે, કમલેશ તિવારી ISISના આતંકીઓના નિશાના પર હતા. 2017મા ગુજરાત ATSએ ISISના ઉબૈદ મિર્ઝા અને કાસિમની ધરપરડ કરી હતી. ગુજરાત ATS સિવાય સેન્ટ્ર્લ એજન્સીએ પણ આતંકીઓની પૂછપરછ કરી હતી. બંને આતંકીઓએ પૂછપરછમાં કમલેશ તિવારીનું નામ લીધું હતું.

ઉબૈદ અને કાસિમને તેના હેન્ડલરે વીડિયો દેખાડીને કમલેશ તિવારીને મારવા માટે કહ્યું હતું. તમને જણાવી દઇએ કે, ગુજરાત ATSએ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કમલેશ તિવારીની હત્યાની સાજિશ વિશે ખુલાસો કરવામાં આવ્યો હતો. ગુજરાત ATS પાસે કમલેશ તિવારી સંબંધિત આતંકીઓની ચેટિંગના પણ પુરાવા છે.

શું છે સુરત કનેક્શન?

કમલેશ તિવારીની હત્યાનું કનેક્શન સુરત સાથે પણ મળી રહ્યું છે.  કમલેશ તિવારીને મારવા આવેલા હત્યારા CCTVમા કેદ થયા છે અને તેમાં ભગવા કપડા પહેરીને હુમલાવર મિઠાઇના ડબ્બામાં ચાકૂ, કટ્ટો લઇને આવેલા હતા. ખુર્શિદ બાગ વિસ્તારમાં આ લોકો તિવારીની ઓફિસે આવ્યા હતા તપાસમાં ખબર પડી હતી કે, કમલેશ તિવારી હત્યાકાંડમાં ઉપયોગમાં લેવાયેલો મિઠાઇનો ડબ્બો 16 ઓક્ટોબરના રોજ સુરતની મિઠાઇની દુકાન પરથી ખરીદવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે આતંકી કનેક્શનની તપાસમાં જોડાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp