ભરુચમાં પ્રેમિકાએ સગાઈની ના કહેતા પ્રેમીએ ઝીંક્યા ચપ્પુના ઘા

PC: Dainikbhaskar.com

રાજ્યમાં અવાર નવાર હત્યા, ચોરી, મારામારી, લૂંટ જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તો કેટલાક કિસ્સાઓમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે યુવતી પર એસિડ ફેંક્યુ હોવાના અથવા તો યુવતી પર જીવલેણ હુમલો કર્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો ભરૂચમાં સામે આવ્યો છે. જેમાં એક પ્રેમીએ તેની પ્રેમિકાને બપોરના સમયે લોકોની હાજરીમાં જ ચપ્પુના ઘા ઝીંક્યા હતા. ઘટનાના પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક આ યુવકને ઝડપી લીધો હતો અને ઇજાગ્રસ્ત થયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી, તો સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે યુવકની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પ્રેમિકાને ચપ્પુના ઘા ઝીંક્યા હોવાનું સામે આવ્યું છે.

રિપોર્ટ અનુસાર, ભરૂચના સ્ટેશન રોડ પર ફલશ્રુતિ નગરમાં રહેતા એક યુવકે એકાએક બપોરના સમયે યુવતી સાથે ઝઘડો કરીને યુવતીને ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંક્યા હતા. આ ઘટનામાં યુવતીને ગંભીર ઈજા થતા ઘટના સ્થળ પર જ ઢળી ગઈ હતી. તેથી આસપાસના લોકોએ તાત્કાલિક આ યુવકને પકડીને યુવતીને 108ની મદદથી સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી અને લોકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો ગણતરીના સમયમાં જ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

પોલીસે ઘટના સ્થળની પ્રાથમિક તપાસ કર્યા બાદ યુવકની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેની પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, યુવતીને ચપ્પુ મારનાર યુવક બીજો કોઈ નહીં પરંતુ તેનો પ્રેમી છે. યુવકે યુવતી સાથે સગાઇ કરવાનું જણાવ્યું હતું પરંતુ, યુવતીએ સગાઈ માટે ના કહી હતી એટલે તેણે ઉશ્કેરાયને યુવતીને ચપ્પુના ઘા ઝીંક્યા હતા. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને યુવતીને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp