સુરતમાં ઇન્ટીરિયર અને ફેશન એક્ઝિબિશન

PC: Khabarchhe.com

જાણીતી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડીઝાઇનિંગ દ્વારા શહેરના આંગણે ઇન્ટીરિયર અને ફેશન એક્સિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી વેસુ જી. ડી. ગોયેંકા રોડ સ્થિત રીગા સ્ટ્રીટ ખાતે આરંભ થયો છે. ઉદ્ઘાટન પ્રસંગે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલ અને કોર્પોરેટર રશ્મિ સાબુ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આઈઆઈએફડીના ફાઉન્ડર ડાયરેક્ટર મુકેશ માહેશ્વરી અને પલ્લવી માહેશ્વરી પણ ઉપસ્થિત હતા.

આઈઆઈએફડીના ફાઉન્ડર ડાયરેક્ટર મુકેશ માહેશ્વરીએ જણાવ્યું હતું કે આઈઆઈએફડીની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. જે ફેશન, ઇન્ટીરિયર, ગ્રાફિક ડિઝાઇન અને ઇવેન્ટ મેનેજમેન્ટ વગેરે કોર્સ ચલાવે છે. ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે એક્સિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ટીરિયર ડીઝાઇનના વિદ્યાર્થીઓએ 10 અલગ અલગ થીમ પર પ્રોડેક્ટ્સ તૈયાર કરી છે જેમને અરાસા પ્રદર્શનીમાં અને ફેશન ડિઝાઇનના વિદ્યાર્થીઓ 15 અલગ અલગ થીમ પર ગારમેન્ટ્સ ડીઝાઇન કર્યા છે જેમને ગાબા પ્રદર્શનીમાં મુકવામાં આવ્યા છે. પ્રદર્શની સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp