સુરતમાં દિવાળી વેકેશનમાં તસ્કરોનો ત્રાસ, વેકેશનમાં ચોર બન્યા સક્રિય

PC: teleacras.com

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વેકેશન દરમ્યાન ચોરીના કિસ્સાઓ વધતા ગયા છે. માત્ર બે જ દિવસમાં કુલ 12 ઘરોના તાળા તૂટ્યા છે, જેમાં મહિધરપૂરા, રાંદેર અને ઉગત વિસ્તારોમાં તસ્કરો શિયાળાની લાંબી રાતમાં સક્રીય થઇ ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહિધરપૂરા વિસ્તારમાં બંધ ઘરમાંથી રૂ. 7.50 લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી કરીને તસ્કરો નાસી છૂટ્યા હતા, તો અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં પણ સરીતા સાગર સોસાયટીમાં બંધ ઘરના દરવાજાનો લોક તોડીને પ્લાસ્ટીકના ડબ્બામાં મૂકેલા 42 હજાર અને એક લેપટોપની ચોરી કરી હતી. જ્યારે સૌથી વધુ ચોરી રાંદેર વિસ્તારમાં થઇ છે. રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારમાં એક જ રાતમાં સાત ઘરોમાં તાળા તૂટ્યા અને પોલીસ સૂતી રહી.

રાંદેરની અંકુર સોસાયટીમાં એક વેપારીને ત્યાંથી 3.20 લાખની ચોરી થઇ હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં સિક્યોરિટી ગાર્ડે જ ચોરી કરી છે અને તે સોસાયટીના CCTV કેમેરાનું ડીવીઆર પણ ચોરી ગયા હતા. ત્યારે સવાલ એ થાય કે, સુરતીઓ વેકેશનમાં સુરત પોલીસના ભરોસે ફરવા જતા હોય છે પણ તેઓ જ્યારે પાછા આવે ત્યારે તેમના ઘરમાં તાળાં તૂટેલા જોતા સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp