26th January selfie contest

પારૂલ યુનિ. દ્વારા સ્ટાર્ટ અપને વેગ આપવા કરાયું ઇવેન્ટનું આયોજન

PC: Khabarchhe.com

શહેરની પારુલ યુનિવર્સિટી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા તથા સમસ્યાઓ અને પડકારોનું સમાધાન આપતી સ્ટાર્ટઅપ્સ તેમજ તમામ ઈકોસીસ્ટમ અનેબલર્સને એક મંચ આપવા માટે ‘વડોદરા સ્ટાર્ટઅપ ઈનોફેસ્ટ 2.૦’ અંતર્ગત 4 ફ્લેગશિપ ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમ કે વડોદરા સ્ટાર્ટઅપ ડેમો ડે, વડોદરા સ્ટાર્ટઅપ હેકાથોન, વડોદરા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ, વુમન સ્ટાર્ટઅપ મીટ, આજ કડી અંતર્ગત તાજેતરમાં પ્રથમ સ્ટાર્ટઅપ ઇવેન્ટ ‘વડોદરા સ્ટાર્ટઅપ ડેમો ડે’ કાર્યક્રમનું હાયબ્રીડ મોડમાં આયોજન કરવામાં આવ્યું હતું. જે એસએસઆઈપી (SSIP) ગુજરાત તથા ઇન્સ્ટીટયુશન્સ ઇનોવેશન કાઉન્સિલના સહયોગથી પારુલ યુનિવર્સીટી કેમ્પસ ખાતેથી આયોજિત કરાઈ હતી. આ સ્ટાર્ટઅપ ડેમો ડેમાં વર્ચુઅલ પ્લેટફોર્મના માધ્યમથી 4600થી વધુ યુવા આંત્રપ્રેન્યોર્સ, ઇનોવેટરસ, ઇન્ડસ્ટ્રી મેન્ટર્સ, સ્ટેકહોલ્ડરસ તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ સેક્ટર્સ જેવા કે, ઓટોમોબાઈલ, મેન્યુફેક્ચરીંગ, એજ્યુટેક, આઇટી, વેલનેસ તથા ઈન્ટરનેટ ઓફ થીંગ્સ વગેરેના 13 કરતા વધારે સ્ટાર્ટઅપ વેંચર્સએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ નારાયણ મધુ (જોઈન્ટ કમિશનર, હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર), ગેસ્ટ ઓફ હોનર્સ નિલેશ શુક્લા (સ્ટેટ પ્રેસિડેન્ટ- ઇન્ડિયા એસ.એંમ.ઈ ફોરમ, ગુજરાત), મુકેશ જાગવાની (સ્ટેટ પ્રેસિડેન્ટ-ગુજરાત, સી.આઈ.એમ.એસ.એમ.ઈ), હિરણમય મહંતા (સી.ઈ.ઓ.- આઈ હબ ગુજરાત) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત ઇન્ડસ્ટ્રી મેન્ટોર્સ તેમજ જ્યુરી મેમ્બર્સ તરીકે આશિષ ભાવસાર (મૅનેજિંગ ટ્રસ્ટી, વડોદરા ઇનોવેશન કાઉન્સીલ), ધ્રુવ પટેલ (અધ્યક્ષ - વડોદરા ચેપ્ટર, ગેસીઆ આઇટી એસોસિએશન આઇ.ટી. એસોસિએશન), લલિત અગ્રવાલ (સ્ટેટ ડિરેક્ટર - ગુજરાત, સી.આઈ.એમ.એસ.એમ.ઈ) રુદ્રેશ વ્યાસ (સિનિયર એક્ઝીક્યુટીવ - મેનેજર, એન્જિનિરીંગ ટેક્નિક્સ),હોસકોટે મૂર્તિ (સિનિયર રિસર્ચર), શ્રી ખુશ બ્રહ્મભટ્ટ (ફાઉન્ડર, આધારશિલા), હર્ષ શાહ (ફાઉન્ડર, વેલોક્સ કન્સલ્ટન્ટ) તથા ચિંતન પોપટ (ડિરેક્ટર, કો-વેન્ચર હબ)ની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે પારુલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ ર્ડો.દેવાંશુ પટેલ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગસાહસિકો અને ઇનોવેટર્સનો ઉત્સાહ વધારવા માટે, મહાન વિજ્ઞાની એવા સી.વી.રમન વિશેનો નાનકડો પ્રસંગ ટાંકવામાં આવ્યો હતો, તથા તેઓ જણાવ્યું કે, હવે માહોલ બદલાઈ રહ્યો છે એક સમયે દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ પ્લેસમેન્ટસ વિશે મહત્ત્વ આપી રહ્યા હતા, જયારે આજે સ્ટાર્ટઅપ્સને ઇનોવેશનને મહત્વ મળી રહ્યું છે, જે ખરેખર અર્થતંત્રની દ્રષ્ટિ એ મદદરૂપ બની રહેશે. ઉપસ્થિત ચીફ ગેસ્ટ નારાયણ મધુ (જોઈન્ટ કમિશનર, હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર) દ્વારા જણાવવામાં આવ્યું કે, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણા પ્રોએકટીવ પ્રયાસો કરી રહી છે, તથા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીના માધ્યમથી ઘણો બદલાવ જોઈ શકાય છે, સરકારની સાથે સાથે આવી જ રીતે જો પ્રાઇવેટ યુનિવર્સિટીઝ પણ સક્રિય ભાગ લેશે, તો ગુજરાત રાજ્ય આવનાર સમયમાં ફરી એક વખત દેશનું બેસ્ટ પરફોર્મિંગ સ્ટાર્ટઅપ રાજ્ય તરીકેનું ગૌરવ મેળવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા સ્ટાર્ટઅપ ડેમો ડે માં ‘યુનિક ભારત લાઇફસ્ટાઇલ (ઓપીસી) પ્રાઇવેટ લિમિટેડ’, ‘ડોક્ટર એટ ડોરસ્ટેપ - નિસર્ગ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ’, ‘સ્પીડફોર્સ’, ‘માય વીલ’ને ઉપસ્થિત ઇન્ડસ્ટ્રી પ્રતિનિધિઓ તથા જ્યુરી મેમ્બર્સ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યની ઉજ્જવળ તકો માટેની શુભકામનાઓ આપવામાં આવી હતી.

આ તમામ પસંદગી પામેલા સ્ટાર્ટઅપ્સને આવનારા સ્ટાર્ટઅપ લોન્ચપેડ પ્રોગ્રામમાં મોકલવામાં આવશે, જેથી તેઓ તેઓના સ્ટાર્ટઅપ વેંચર્સને યોગ્ય રીતે વિકસાવી શકે, આ સ્ટાર્ટઅપ લોન્ચપેડ પ્રોગ્રામ અંતર્ગત સ્ટાર્ટઅપ્સને તેઓની ઇનોવેટિવ સોલ્યુશન્સ ને મિનિમમ વાઈબલ પ્રોડક્ટથી લઇને માર્કેટની સંભાવિત તકો સુધીના તમામ સપોર્ટ પુરા પાડવામાં આવશે. યુવા સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકો એ પોતાના સ્ટાર્ટઅપ પ્રોડક્ટનું ડેમોસ્ટ્રેશન આપ્યું હતું. જેથી તેઓને તેઓ ની પ્રોડક્ટને ઇન્ડસ્ટ્રી સમક્ષ પ્રમોટ તથા વેલીડેટ કરવાનું એક મંચ મળ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહિત કરવામાંમાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર એવા પેરેન્ટ્સ (વાલીઓ)ને પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા, જેના માટે ‘વેક્સમા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ’ અને ‘યુનિકભારત લાઇફસ્ટાઇલ (ઓપીસી) પ્રાઇવેટ લિમિટેડ’ તથા ‘અન્વેષા કમ્પોસાઇટ એજ્યુકેશન ફાઉન્ડેશન’ સ્ટાર્ટઅપ્સની પસંદગી થઇ હતી. તદુપરાંત પારુલ યુનિવર્સીટી - વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયોના અસોસિયેટ્સને પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp