કામરેજ પોલીસે એક ખેતરમાં સંતાડેલા 1 કરોડના ગાંજા સાથે 5ની ધરપકડ કરી

PC: youtube.com

રાજ્યમાં નશાના દુષણને ડામવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. આ કાર્યવાહી દરમિયાન કામરેજ પોલીસને એક કરોડ રૂપિયાના ગાંજાના મુદ્દામાલ સાથે પાંચ જેટલા આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી. એક રિપોર્ટ અનુસાર કામરેજ પોલીસને બાતમી મળી હતી કે, કામરેજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા કઠોદરા ગામ પાસે આવેલા એક ખેતરમાં કરોડો રૂપિયાનો ગાંજાનો મુદ્દામાલ સંતાડવામાં આવ્યો છે અને કેટલાક ઇસમો દ્વારા આ ગાંજાની સપ્લાય કરવામાં આવનાર છે.

આ બાતમીના આધારે પોલીસે કામરેજના કઠોદરા ગામમાં આવેલી ક્રિષ્ના પાર્ક હોટેલની બાજુમાં આવેલા ખેતરમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસને ખેતરના રૂમમાંથી મોટી માત્રામાં ગાંજાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજાના મુદ્દામાલ સાથે પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ખેતરમાંથી કબજે કરવામાં આવેલા ગાંજાનું વજન 967.638 કિલો અને તેની અંદાજીત કિંમત 96,76,380 લાખ રૂપિયા છે. પોલીસે પકડેલા પાંચ આરોપીઓમાં સંતોષ રાઉટ, ભરતસિંહ ગોહિલ, સંજય રાઠોડ, મિથુન સાહુ એન પાંડેજીનો સમાવેશ થાય છે.

આ તમામ ઇસમોની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, જે ખેતરના રૂમમાં ગાંજો રાખવામાં આવ્યો હતો, તે ખેતર ભૂપત પાંચાણીનું હતું અને ખેતરમાં ગાંજો ભરતસિંહ ગોહિલ તથા સંજયભાઈ રાઠોડની મદદથી સંતાડવામાં આવ્યો હતો. આ ગાંજાનો મુદ્દામાલ પાંડેજી ઓરિસાથી મુનાઈના ટ્રકમાં લાવ્યા હતા અને સંતોષને વેંચવાના હતા. આગામી દિવસોમાં પોલીસ આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવીને જાણવાનો પ્રયાસ કરશે કે, તેઓ કેટલા સમયથી આ ધંધો કરતા હતા અને અત્યાર સુધીમાં કેટલા લોકોને ગાંજાનું વેચાણ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp