26th January selfie contest

સુરતના પુણાગામના લોકોએ સાંસદ પ્રભુ વસાવાનો વિરોધ કરતા ઠેર ઠેર બેનરો લગાવ્યા

PC: www.myadivasi.com

સુરતના પુણાગામ વિસ્તારના લોકોએ જાહેરમાં બેનરો લગાવીને સાંસદ પ્રભુ વસાવાનો વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ બેનરમાં કહ્યું છે કે, 'છેલ્લા પાંચ વર્ષથી ગાયબ રહેલા સાંસદ સભ્ય તેમજ ધારાસભ્યએ મતની ભીખ માંગવા પુણાગામમાં આવવું નહીં. આમ છતાં ગામમાં પ્રવેશ કરશો અને કોઈ ઘટના બનેશે તો તેની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની પોતાની રહેશે લી. પુણાગામના રહીશો'.

ઉલ્લેખનીય છે કે, સુરતનો પુણાગામ એક એવો વિસ્તાર છે જે બારડોલીની લોકસભાની બેઠકમાં આવતો વિસ્તાર છે. ત્યારે બારડોલી વિધાનસભાના સાંસદ વર્તમાન સાંસદ પ્રભુ વસાવા છે. પુણાગામના સ્થાનિક લોકોના આક્ષેપો છે કે, સાંસદ પ્રભુ વસાવાએ પાંચ વર્ષમાં એક પણ વાર આ વિસ્તારમાં આવવાની તો શુ આ વિસ્તારના કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરવાની પણ તસ્દી લીધી નથી. આ ઉપરાંત પુણાવિસ્તારના લોકોને પ્રમિક જરૂરીયાતના કેટલા કામો બાકી છે અથવા તો કેટલા કામો થયા છે. તે જોવા આવવાની કે, જાણવાની પણ તસ્દી લીધી નથી. પુણાગામ વિસ્તારમાં આશરે અઢીથી ત્રણ લાખની વસ્તી છે, ત્યારે આ વિસ્તાર સાંસદના વિકાસ કામોથી વંચિત રહેતા પુણાગામના લોકોએ ઠેર ઠેર આ પ્રકારના બેનરો લગાવીને સાંસદને અથવા તો સ્થાનિક ધારાસભ્યને વિસ્તારમાં ન આવવા સુચન કર્યું છે.

પુણાગામ વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારના વિકાસના કામો અંશતઃ થયા છે. હાલની પરિસ્થિતિમાં કેટલીક સોસાયટીઓમાં ગટરોના પાણી ઉભરાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યા અનુસાર લાઈબ્રેરીની પણ જોઈએ તેટલી વ્યવસ્થા નથી. પરીક્ષા સમયે લાઈબ્રેરી ફૂલ થઇ જતા બાળકો લાઈબ્રેરીની બહાર બેસીને અભ્યાસ કરે છે. લોકોનું એવું પણ કહેવુ છે કે, જે સાંસદ મત લઇને લોકોના કામ ન કરે તેવા સાંસદને ચૂંટવા કરતા સાંસદ વગરનું રહેવું સારું. 

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp