ચેમ્બર ચુંટણી, દિનેશ નાવડીયાને અગ્રણીઓનો સપોર્ટ

PC: khabarchhe.com

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખપદના ઉમેદવાર દિનેશ નાવડીયાને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે.ચેમ્બરની ઉપપ્રમુખ પદની ચુંટણીને હવે 3 દિવસ જ બાકી છે ત્યારે નાવડીયાની ઠેર ઠેર મિટીંગો યોજાઇ રહી છે. અને જનસંપર્ક અભિયાન પણ ચાલી રહ્યું છે, જેમાં શહેરના અગ્રણીઓનો સપોર્ટ મળતા નાવડીયાનો ઉત્સાહ બેવડાયો છે.

SGCCIની 21 એપ્રિલ, રવિવારે સવારે 10થી 5 દરમ્યાન સરસાણાના પ્લેટીનમ હોલમાં ચુંટણી યોજવામાં આવી છે. દિનેશ નાવડીયા અને મિતિષ મોદી વચ્ચે જંગ થવાનો છે.દિનેશ નાવડીયાનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. ચેમ્બરના અગ્રણીઓ ભરત ગાંધી, પ્રફુલ્લ શાહ, બી.એસ. અગ્રવાલ,રસિક કોટડીયા, અશોક જીરાવાળા, સંજય દેસાઇ વગેરેનો દિનેશભાઇને સપોર્ટ મળી રહ્યો છેનાવડીયાએ વહેલી સવારે મોર્નિંગ વોકમાં નિકળતા કેટલાક અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરી હતી.જેમ જેમ સભ્યોનો સહકાર મળતો ગયો તેમ નાવડીયાનો ઉત્સાહ વધી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp