સુરત જિલ્લાના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર

PC: twitter.com

રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને ગુજરાત આત્મ નિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ ખેડૂતોને સહાય આપવા વર્ષ 2020-21 થી અમલમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત ગુડઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના પણ અમલી બનાવાય છે. આ યોજનાનો લાભ લેવા માંગતા સુરત જિલ્લાના ખેડૂતોએ પોતાની અરજી તા.15 ઓગસ્ટ-20 સુધી I-Khedut portal પર કરી શકશે.

આ ઓનલાઇન અરજી ગ્રામકક્ષાએ ઇ-ગ્રામ સેન્ટરઅથવા જયાં પણ કમ્પ્યુટર ઇન્ટરનેટ સુવિધા હોય ત્યાંથી કરી શકાશે. ખેતી વિભાગની કચેરીમાં પણ ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી કર્યા બાદ પ્રિન્ટ મેળવી, સહી કરી સાધનિક પુરાવા સાથે, સેજાના ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) સંબંધિત તાલુકા અમલીકરણ અધિકારી કે પેટા વિભાગીય અધિકારીની કચેરીમાં રજુ કરવાના રહેશે.

અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ ખેડૂતોએ પ્રમાણપત્ર સાથે I-Khedut portal સિવાય અરજી કરી હોય તો 8-અ ની નકલ, બેંક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક (આધાર સીડેડ) અને સંયુકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક આપવાનું રહેશે. લાભાર્થી ખેડૂતોને તેઓની જમીનના 8-અ માં દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને અન્ય ખાતા ધારકોની સંમતિને આધિન લાભ મળવાપાત્ર રહેશે, એમ સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત સુરત દ્વારા જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp