તક્ષશિલા અગ્નિકાંડ પછી તંત્ર જાગ્યું, SMC થર્મલ કેમેરા ખરીદશે

PC: flir.com

સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડ પછી સુરત મહાનગરપાલિકા ફાયર સેફટીના સાધનોની ખરીદી કરી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે જે પ્રકારના આધુનિક સાધનો વસાવવામાં આવી રહ્યા છે, તેની વિચારણા થોડા મહિનાઓ પહેલા કરવામાં આવી હોત તો તક્ષશિલાની ઘટનામાં ઘણા બાળકોને સુરક્ષિત રીતે બચાવી શકાત. આગની ઘટનામાં ધુમાડામાં લોકોને શોધી કાઢવા માટે થર્મલ ઉમેજીંગ કેમેરાની ખરીદી કરવાની વિચારણા SMC દ્વારા કરવામાં આવી રહી છે. થર્મલ ઇમેજિંગ કેમેરાની મદદથી આગમાં ફસાયેલા લોકોને શોધવામાં ખૂબ સરળતા રહે છે અને જેનાથી વધુમાં વધુ લોકોને બચાવી શકાય છે અને જાનહાની ઘટાડી શકાય છે.

એક રિપોર્ટ અનુસાર સુરત મહાનગરપાલિકા દ્વારા જે થર્મલ કેમેરા ખરીદવાની વિચારણા કરવામાં આવે છે, તે કેમેરા પાંચ મોડમાં કામ કરશે. આ કેમેરાનો ઉપયોગ ફાયર ફાયટીંગ, સર્ચ એન્ડ રેસ્ક્યુ, હીટ ડિટેકશન, અંધારા અને ધુમાડામાં લોકોની ધર્મલ ઈમેજ જોઈ શકાય છે અને તેમાં વીડિયો રેકોર્ડીંગ પણ થઈ શકશે. સુરતમાં આવેલા ફાયર સ્ટેશનોમાં માટે 7 થર્મલ કેમેરાની ખરીદી કરવા માટે બે ઇજારદાર પાસેથી કેમેરાના કોટેશન મંગાવવામાં આવ્યા હતા.

આ બે કોટેશનમાં એક કંપનીનું 7.11 લાખનું કોટેશન હતું અને બીજી કંપનીનું 7.67 લાખનું કોટેશન આપવામાં આવ્યું હતું. આ બંને કોટેશનમાંથી લો પ્રાઈઝમાં કેમેરા ઓફર કરનાર ઇજારદાર પાસે કેમેરાની ખરીદી કરવામાં આવશે અને આ બાબરે નિર્ણય સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આગની ઘટનામાં લોકોનું સરળતાથી રેક્સ્યું કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝોન વાઈઝ જમ્પિંગ કુશનનું ખરીદી કરવાની પણ વિચારણા કરવામાં આવી છે. જો સુરત મહાનગરપાલિકા દ્વારા જમ્પિંગ કુશન અને થર્મલ કેમેરાની ખરીદી કરવામાં આવે છે તો હાઇરાઇઝ બિલ્ડીંગો, ટેક્સટાઇલ માર્કેટો અને ઔદ્યોગિક એકમોમાં આગની ઘટના સમયે લોકોને રેક્સ્યું કરવામાં ખૂબ જ સરળતા રહેશે અને વધુમાં વધુ લોકોનું રેસ્ક્યુ કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp