સુરત RTOએ વાહનોના VIP નંબરોના ઈ-ઓક્શનની જાહેરાત કરી, આ નંબર માટે 8000 રૂ.

PC: twitter.com

સુરતના પાલ સ્થિત RTO દ્વારા દ્વિચક્રીય વાહનોના GJ05. KV સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-ઓક્શન શરૂ કરવામાં આવશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા. 06 ડિસે.થી તા.08 ડિસે.ના રોજ થશે. હરાજી તા.09 થી 10 ડિસે. દરમિયાન કરવામાં આવશે.

પસંદગીના ગોલ્ડન નંબરોમાં 1, 5, 7, 9, 11, 99, 111, 333, 555, 777, 789, 999, 1111, 1234, 2222, 3333, 4444, 5555, 7777, 8888, 9000, 9009, 9090, 9099, 9909, 9990 અને 9999 ઉપલબ્ધ છે, જે માટે રૂ.8000 નો દર છે.

જ્યારે સિલ્વર નંબરોમાં 2, 3, 4, 8, 10, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90, 100, 123, 200, 222, 234, 300, 303, 400, 444, 456, 500, 567, 600, 678, 700, 789, 800, 888, 900, 909, 1000, 1001, 1008, 1188, 1818, 1881, 2000, 2345, 2500, 2727, 2772, 3000, 3456, 3636, 3663, 4000, 4455, 4545, 4554, 4567, 5000, 5005, 5400, 5445, 5454, 6000, 6336, 6363, 6789, 7000, 7007, 7227, 7272, 8000, 8008, 8055, 8118 અને 8181 ઉપલબ્ધ છે. જે માટે રૂ.3500 નો દર છે.

આ સિવાયના નંબરો માટે રૂ.2000 નો દર રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરવું. જેનો યુઝર આઇ.ડી. અને પાસવર્ડ તૈયાર કરી વાહનવ્યવહાર કમિશનરની કચેરીના નિયત સૂચનાઓ મુજબ ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી 7 દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી 60 દિવસ સુધી અમલી ગણાશે.

આ રીતે 60 દિવસમાં અરજદાર ચોઇસનો કોઇ નંબર નહિ મેળવે અથવા ઉપલબ્ધ નબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહિ તો અરજી તારીખથી ગણતાં 60 દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. આ 60 દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. 60 દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની 30 દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઇ જોગવાઇ નિયમોમાં કરવામાં આવી નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, અને આવા અનરજિસ્ટર્ડ વાહનનો જાહેર ઉપયોગ કરી શકાશે નહિ.

અરજદારે હરાજીની પ્રક્રિયા પૂરી થયાના 5 દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમાં કરાવવાના રહેશે. જેમાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ તેમ ઈ.ચા.પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp