સુરત APMC શાકભાજીના વેસ્ટમાંથી કરશે તગડી કમાણી, જાણો કેવી રીતે

PC: Youtube.com

દેશમાં કોઈ સહકારી સંસ્થા જાતે ગેસ ઉત્પન્ન કરે અને તે ગેસને ગેસ કંપનીને વેચીને લાખો રૂપિયાની આવક કરે તેવો પહેલો કિસ્સો સુરતમાં બન્યો છે. સુરત APMCમાંથી નીકળતા શાકભાજી તેમજ ફળોના વેસ્ટમાંથી બાયો CNG ગેસ ઉત્પન કરીને તેને ગુજરાત ગેસ કંપનીને બજાર કિંમતે આપવામાં આવશે. સુરત APMC માર્કેટમાં શાકભાજી અને ફળોના વેસ્ટમાંથી બાયોગેસ અને લિક્વિડ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવે છે. સુરત APMCના બાયો પ્લાન્ટની ક્ષમતા 50 ટન વેસ્ટ પ્રોસેસની છે.

હાલમાં બાયોગેસ પ્લાન્ટમાં હાલમાં બાયો ગેસ અને ખાતર તૈયાર થાય છે પરંતુ હવે આ પ્લાન્ટમાં હવે બાયોગેસને કન્વર્ટ કરીને બાયો CNG તૈયાર કરવામાં આવશે. જો ગુજરાત અને દેશની અન્ય APMCમા આ પ્રકારના પ્લાન્ટ લગાડવામાં આવે તો APMC કચરામાંથી આવક કરી શકે છે. આ બાયો CNGના કારણે પર્યાવરણમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી જેના કારણે લોકોનું આરોગ્ય સારું રહે છે.

આ બાબતે સુરત APMCના ચેરમેન રમણ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની અમારી પાસેથી CNG ગેસ લેવા માટે તૈયાર છે અને આ બાયો CNG ગેસના આંતરરાષ્ટ્રીય માર્કેટના નક્કી થયેલા ભાવ અમને આપશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp