આ ઉડતા ગુજરાત નહીં, પરંતુ ડ્રગ પકડતા ગુજરાત છેઃ હર્ષ સંઘવી

PC: khabarchhe.com

આ ઉડતા ગુજરાત નહીં, પરંતુ ડ્રગ પકડતા ગુજરાત છે. આ વાત હર્ષ સંઘવીએ કહી હતી. ગુજરાતમાં ડ્રગ માફિયા વિરોધી ઝુંબેશને વેગવાન બનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ રાજ્યમાં કોઈપણ પ્રકારના દુષ્કર્મના કેસમાં પીડિતને ઝડપી ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ હર્ષ સંઘવી,ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું.

રાઇઝિંગ ગુજરાત-2022 કાર્યક્રમને સંબોધતા રાજ્ય સરકારની ડ્રગ નિયંત્રણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુકાન સંભાળ્યા બાદ તુરંત જ ડ્રગ્સ માફિયાઓ પર સર્જીકલ સ્ટ્રાઈક કરવાનો નિર્ધાર કર્યો હતો અને તે નિર્ધાર અનુસાર ગૃહ વિભાગ ડ્રગ માફિયાઓ પર સ્ટ્રાઈક કરી રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકારની ડ્રગ વિરોધી ઝુંબેશનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ ઉડતા ગુજરાત નહીં ,પરંતુ ડ્રગ પકડતા ગુજરાત છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં તમામ ડ્રગ્સ કેસમાં વેચવાવાળા પર કેસ કરવામાં આવ્યા છે, નહીં કે ખરીદવાવાળા. તેમણે કહ્યું કે, આજે ડ્રગ માફિયાનો હું સૌથી મોટો દુશ્મન બની ચૂક્યો છું. હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની પ્રશંસા કરતા કહ્યું કે ગુજરાત પોલીસ અન્ય રાજ્યોમાં જતું ડ્રગ પણ રોકી રહી છે.

ગૃહ રાજ્યમંત્રી ગ્રીષ્મા કેસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, રાજ્યમાં કોઈપણ પ્રકારના દુષ્કર્મના કેસમાં પીડિતને ઝડપી ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે ગ્રીષ્માના પરિવારજનોને મેં વચન આપ્યું હતું કે, તમારા આંસુ સુકાશે તે પહેલાં હું તમારી દીકરીને ન્યાય અપાવીશ. અને અમે તેમાં સફળ રહ્યા.

ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ પર ચાલી રહેલા બુલડોઝરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગુજરાતની શાંતિ અને સલામતીનું કોઈપણ ભોગે રક્ષણ કરવામાં આવશે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. આ કાર્યક્રમ નેટવર્ક -18 દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં ગૃહમંત્રી એ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp