વિશ્વ ગ્રાહક અધિકાર દિન: પી.ટી મહિલા કોલેજમાં એડવોકેટ ઈશાન દેસાઈનું વક્તવ્ય

PC: Khabarchhe.com

15મી માર્ચના વિશ્વ ગ્રાહક અધિકાર દિન નિમિત્તે સુરતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ પી.ટી મહિલા કોલેજ ઓફ આર્ટસ એન્ડ હોમ સાયન્સ દ્વારા કોલેજમાં ગ્રાહક સુરક્ષા ક્ષેત્રના એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈના વક્તવ્યનું આયોજન કરાયું હતું. ઈશાન દેસાઈએ ગ્રાહક સુરક્ષા ધારાની વિવિધ મહત્વની જોગવાઈઓની છણાવટ રસપ્રદ રીતે કરી હતી. કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર વ્રજેશ પટેલ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડોક્ટર સુહાસ વૈદ્ય, પ્રાધ્યાપક અનિશા શેખ વગેરેએ પ્રાસંગિક વિધિઓ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp