3 ટીમ જે IPL 2021ના બીજા ચરણ માટે શ્રીલંકન ખેલાડી વાનિંદુ હસરંગાને ખરીદી શકે છે

PC: insidesport.co

IPL 2021ની શરૂઆત ભારતમાં થઈ હતી, પરંતુ મે મહિનામાં ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ચરમસીમા પર હતો, એટલું જ નહીં 29 મેચ થયા બાદ કેટલીક ટીમના ખેલાડી અને ટીમ મેમ્બર્સ કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા હતા જેના કારણે તાત્કાલિક પ્રભાવને ધ્યાનમાં લઈને BCCIએ IPLની 14મી સીઝન અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. હવે IPLમા 31 મેચની રમત બાકી રહી છે તે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુનાઈટેડ અરબ અમીરાત (UAE)મા રમાશે.

શ્રીલંકન ખેલાડી વાનિંદુ હસરંગાએ ભારત વિરુદ્ધ વન-ડે અને T20 સીરિઝમાં પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. બોલરોની રેન્કિંગમાં વાનિંદુ હસરંગાએ લાંબી છલાંગ લગાવતા પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવી છે. વાનિંદુ હસરંગા 720 રેટિંગ સાથે બીજા નંબરે પહોંચી ગયો છે. IPLની બાકી બચેલી 31 મેચ UAEમા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થવાની છે. એવામાં 3 ટીમ જે 2021ની બાકી બચેલી મેચમાં વાનિંદુ હસરંગાને એક ઓલરાઉન્ડર તરીકે પોતાની ટીમમાં સામેલ કરી શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK):

મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2021ના પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ વાનિંદુ હસરંગાને IPL 2021ની બાકી બચેલી મેચમાં રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરી શકે છે. સેમ કરનનું બાકી બચેલી મેચોમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે કેમ કે તે એ સમયે પોતાની રાષ્ટ્રીય ટીમ માટે રમી રહ્યો હશે. ધોનીની ટીમ હંમેશાં જ એવા ખેલાડીને શોધે છે જે બોલ અને બેટ બંને તરફથી અસરકારક સાબિત થાય. એવામાં વાનિંદુ હસરંગા CSK માટે સારો વિકલ્પ છે.

રાજસ્થાન રોયલ્સ (RR):

રાજસ્થાન રોયલ્સ IPL 2021ની સીઝનના પોઈન્ટ ટેબલમાં પાંચ નંબરે છે. ઇંગ્લેન્ડના ખેલાડીઓનું IPLની બાકી બચેલી મેચોમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. રાજસ્થયન રોયલ્સની ટીમને બેન સ્ટોક્સની અછત લાગી શકે છે. એવામાં સંજૂ સેમસનની ટીમ વાનિંદુ હસરંગાને પોતાની ટીમમાં રિપ્લેસમેન્ટમાં સામેલ કરી શકે છે. વાનિંદુ હસરંગા રાજસ્થાન રોયલ્સ માટે સારો વિકલ્પ હોય શકે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH):

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનું IPL 2021મા કોઈ ખાસ પ્રદર્શન રહ્યું નથી. તે 2 પોઈન્ટ સાથે આઠમા નંબરે છે. શ્રીલંકન ખેલાડી વાનિંદુ હસરંગા પોતાની સ્પિન બોલિંગથી UAEમા ઘણો ઉપયોગી સાબિત થઈ શકે છે. હૈદરાબાદની ટીમ મિડલ ઓર્ડરમાં ઘણી નબળી છે એવામાં વાનિંદુ હસરંગાને ટીમમાં સામેલ કરવાનો પ્રયત્ન કરી શકે છે જેથી ટીમને મજબૂતી મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp