ધોની ઉપરાંત આ ચાર ખેલાડીઓને રિટેન કરી શકે છે ચેન્નાઇ સુપર કિંગ્સ

PC: gqindia.com

ચેન્નઇ સુપરકિંગ્સે IPL-2019માં જબરદસ્ત દેખાવ કરીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ ફાઇનલમાં 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એ વાત સાથે કોઇ અસંમત નહીં થાય કે CSK IPL ની સૌથી સફળ ટીમ છે. આ ટીમ 8 વખત ફાઇનલમાં પહોંચી છે અને 3 વખત ચેમ્પિયન બની છે. 2019માં ભલે ટીમને ચેમ્પિયનશીપ મળી નહીં પરંતુ આ ટીમે બધાના દિલ જીત્યાં છે. 2020માં CSK માં મોટા ફેરફારની ગરજ કોચ સ્ટીફન ફ્લેમિંગે દર્શાવી છે, પરંતુ આ ટીમમાં એવા ખેલાડીઓ પણ છે જેને CSK પોતાનાથી અલગ નહીં થવા દે. આ ખેલાડીઓમાં સૌથી મોટું નામ જો કે MS ધોનીનું છે પરંતુ તે સિવાય પણ એવા ખેલાડી છે જેમને જબરદસ્ત દેખાવ કરીને પોતાને રિટેન કરવાનો દાવો માંડી દીધો છે. ધોની ઉપરાંત પહેલો દાવો મિચેલ સેન્ટરનો છે જેને 2019માં મળેલા મોકાઓનો સારો ફાયદો ઉઠાવ્યો છે. કીવી સ્પિનર ઓલરાઉન્ડર મિચેલે 4 મેચોમાં 23.50ની એવરેજ સાથે 4 વિકેટ લીધી છે અને 2 ઇનિંગમાં 32 રન કર્યા હતા.

મિચેલ સેન્ટનર ઉપરાંત આ લુંગી ઇનગિડીને પણ ટીમ રિટેન કરી શકે છે. ઇજાના કારણે ઇનગિડીને આખી ટુર્નામેન્ટમાંથી બહાર રહેવું પડ્યું હતું પરંતુ દ.આફ્રિકાના ખેલાડી તરીકે તેમનું પ્રદર્શનને લીધે 2020 માટે તેમને રિટેન કરી શકાય છે.

ફાફ ડુપ્લેસીસને ટીમ ચોક્કસ રિટેન કરશે કારણ કે આ ખેલાડીએ આ વર્ષે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે અને મહત્ત્વના સમયે ટીમ માટે રન બનાવ્યાં છે અને ફિલ્ડીંગમાં પણ ચુસ્તી બતાવી છે.

આ યાદીમાં સૌથી વ્યાજબી રિટેન હોય તો એ ઇમરાન તાહિરનું થઇ શકે છે. 2019 IPL ના પર્પલ કેપ ધારક ઇમરાન તાહિરને CSK ચોક્કસ પોતાની સાથે રાખવાનો પ્રયાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp