આકાશના મતે જો આવું થયું તો ત્રીજી ટેસ્ટમાં રમશે સરફરાઝ

PC: twitter.com

ઈંગ્લેન્ડ સામેની બાકીની 3 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે, જેમાં સરફરાઝ ખાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ સવાલ એ છે કે શું સરફરાઝને પ્લેઇંગ XIમા જગ્યા મળશે કે નહીં. આ અંગે આકાશ ચોપરાએ કહ્યું હતું કે, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાં લેવામાં આવ્યા છે. મને લાગે છે કે રાહુલને ટીમમાં પાછું આવવું જોઈએ, કારણ કે તેને નિગલની મુશ્કેલી હતી, આ કોઈ ટીયર ઈન્જરી નથી, ખાસ કરીને  તમે એક બેટ્સમેન હોવ અને હાલમાં કીપિંગ ન કરી રહ્યા હોવ. તે રાજકોટમાં શ્રેયસની જગ્યાએ બેટિંગ કરવા તરત ફીટ થઈ જશે, જો રાહુલ ન રમી શક્યો તો તમે સરફરાઝ ખાન ડેબ્યૂ કરતો જોવા મળી શકે છે.

ઈંગ્લેન્ડ સામે બાકીની 3 ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર, ઐયર-કોહલી બહાર, આ ખેલાડી ઈન

ઈંગ્લેન્ડ સામેની છેલ્લી 3 ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે અને બધા જેની રાહ જોઈ રહ્યા હતા, તે  સમાચાર પણ આવી ગયા છે અને વિરાટ કોહલી આગામી ત્રણેય મેચમાં જોવા મળવાનો નથી. BCCIએ સ્પષ્ટ કરી દીધું છે કે અંગત કારણોસર વિરાટ કોહલી બાકીની ત્રણ મેચમાં પણ રમશે નહીં. BCCIએ 17 ખેલાડીઓની સ્ક્વોડ જાહેર કરી છે, જેમાં જસપ્રીત બૂમરાહને આરામ આપવામાં આવ્યો નથી, જે ભારત માટે રાહતની ખબર છે. આ સિવાય કે.એલ.રાહુલ અને રવિન્દ્ર જાડેજાને ટીમમાં તો સમાવવામાં આવ્યા છે, પણ તે બંને ફીટ હશે તો જ રમાડવામાં આવશે એવું BCCIએ રિપોર્ટમાં કહ્યું છે. આ સિવાય શ્રેયસ ઐયરને ઈજાને કારણે ટીમમાં શામેલ કરવામાં આવ્યો નથી. આ સિવાય બોલર આકાશ દીપનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

3 ટેસ્ટ માટે ભારતીય ટીમ...

રોહિત શર્મા

જસપ્રીત બૂમરાહ

યશસ્વી જૈસવાલ

શુભમન ગીલ

કેએલ રાહુલ

રજત પાટીદાર

સરફરાઝ ખાન

ધ્રુવ જુરેલ

કેએસ ભરત

આર.અશ્વિન

રવિન્દ્ર જાડેજા

અક્ષર પટેલ

વોશિંગટન સુંદર

કુલદીપ યાદવ

મોહમ્મદ સીરાજ

મુકેશ કુમાર

આકાશ દીપ

ભારતીય ટીમને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પહેલા જ જાડેજા અને કેએલ રાહુલન રૂપમાં 2 ઝટકા લાગ્યા હતા. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઇજાના કારણે બીજી ટેસ્ટ મેચ રમી નહોતી. વિરાટ કોહલીએ અંગત કારણોનો સંદર્ભ આપીને બ્રેક માગ્યો હતો. હાલમાં બંને ટીમો સીરિઝમાં 1-1થી બરાબર પર છે. હવે ત્રીજી ટેસ્ટ મેટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.

ઇજાના કારણે શ્રેયસ ઐય્યર ઈંગ્લેન્ડ વિરુદ્ધ બચેલી 3 ટેસ્ટ મેચથી બહાર થઈ ગયો છે. જો કે, આગામી મહિને શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેની વાપસી થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, શ્રેયસ ઐય્યર ગયા વર્ષે પણ બેક ઇન્જરીથી પરેશાન હતો, ત્યારબાદ તેની સર્જરી થઈ હતી. શ્રેયસ ઐય્યરે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એશિયા કપના માધ્યમથી ટીમમાં વાપસી કરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp