...તો શું ભારતમાં લીગલ થવા જઈ રહી છે ક્રિકેટ પર સટ્ટાબાજી?

PC: millenniumpost.in

BCCIની ભ્રષ્ટાચાર વિરોધી સમિતિના પ્રમુખ અજીત સિંહ શેખાવતે ભારતીય ક્રિકેટમાં ભ્રષ્ટાચારની સમસ્યા દૂર કરવા માટે મેચ ફિક્સિંગથી જોડાયેલા નિયમો બનાવવા અને સટ્ટાબાજીને લીગલ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. શેખાવતે PTIને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.

આ વર્ષે મુંબઈ, કર્ણાટક અને તમિલનાડુની લીગ મેચોમાં સામે આવેલા ફિક્સિંગના મામલાઓને જોઈને, શું દેશમાં સ્પોર્ટ ફિક્સિંગ રોકવી અસંભવ છે, તેના જવાબમાં શેખાવતે કહ્યું કે, તેને રોકવું અસંભવ નથી. તેના માટે નવા કાયદાની જરૂર છે, મેચ ફિક્સિંગ કાયદો. જો આના વિરુદ્ધ સ્પષ્ટ કાયદો ઘડાય જાય તો પોલીસની ભૂમિકા પણ સ્પષ્ટ થઈ જશે.

શેખાવતે કહ્યું કે, રમતમાં ભ્રષ્ટાચારને દૂર કરવાની એક રીત સટ્ટાબાજીને લીગલ બનાવવાની પણ છે. સટ્ટાને લીગલ કરવા પર વિચાર કરી શકાય છે. જેથી જે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે તેના પર નિયંત્રણ લાવી શકાય. લીગલ સટ્ટાબાજી અમુક ધોરણોને ધ્યાનમાં રાખીને થાય છે કે જેથી તેને નિયંત્રણમાં રાખી શકાય.

એક અધિકારીએ કહ્યું કે, આનાથી સરકારને મોટી મહેસૂલ મળશે. જેટલી આબકારી વિભાગને મળે છે. મેચો પર જે સટ્ટો લાગે છે તેની રકમ ખાસ્સી મોટી હોય છે. શેખાવત કહે છે, જો આ રીતનું પગલું લેવામાં આવે તો તેનાથી જોડાયેલા લોકો અને પૈસા પર પણ નજર રાખી શકાય છે.

શેખાવત કહે છે, હું એમ નથી કહી રહ્યો કે આને લીગલ બનાવી દેવું જોઈએ, પણ તેના પર વિચાર કરી શકાય છે. એકવાર લીગલ કર્યા પછી તમને એ આંકડાઓ પણ મળી જાય કે કોણ સટ્ટાબાજી કરે છે અને કેટલો સટ્ટો રમી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp