‘ગંભીરના વિચાર..’, નેહરાએ જણાવ્યું કેમ કપાયું હાર્દિકનું કેપ્ટન્સીનું પત્તું

PC: abplive.com

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભારતીય T20 ટીમની કેપ્ટન્સીની રેસમાં સૂર્યકુમાર યાદવથી પાછળ રહી ગયો. તે T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનો ઉપકેપ્ટન હતો. રોહિત શર્મા T20 ઇન્ટરનેશનલમાંથી રિટાયર થયા બાદ હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ એમ ન થયું. શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમ પર નવા હેડ કોચ ગૌતમ ગંભીરની છાપ દેખાઇ. શ્રીલંકા સીરિઝથી કોચ તરીકે ગંભીરનો પોતાનો કાર્યકાળ શરૂ થઇ રહ્યો છે.

હાર્દિકને કેપ્ટન્સી ન મળવા પર ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરાએ પ્રતિક્રિયા આપી છે. નેહરા IPLમાં ગુજરાત ટાઇટન્સ (GT)ના હેડ કોચ છે. મુંબઇ ઇન્ડિયન્સમાં વાપસી અગાઉ હાર્દિક 2 સીઝન ગુજરાત માટે રમ્યો હતો અને કેપ્ટન તરીકે બધાને પ્રભાવિત કર્યા. નેહરાએ જણાવ્યું કે, તેમાં હેરાનીની કોઇ વાત નથી. ક્રિકેટમાં હવે બધી વસ્તુ ચાલતી રહી છે. જેમ તમે કહ્યું કે હાર્દિક T20 વર્લ્ડ કપમાં ઉપકેપ્ટન હતો તો થોડો હેરાન જરૂર થયો હશે, પરંતુ નવા કોચ અને નવા વિચાર આવ્યા છે.

તેમણે કહ્યું કે, દરેક કેપ્ટન અને દરેક કોચના અલગ વિચાર હોય છે. આ સમયે તેમના વિચાર બીજી તરફ છે. જો હું ખોટો નથી તો થોડા દિવસ અગાઉ અજીત અગરકર અને ગૌતમ ગંભીરે કહ્યું કે, ફિટનેસ જોઇએ. તે મોટા ભાગે એક જ ફોર્મેટ રમી રહ્યો છે. તે 50 ઓવરના ફોર્મેટમાં ઓછું રમે છે. આ નિર્ણય હાર્દિક કોઇ પણ કેપ્ટન અને કોચ માટે મુશ્કેલ છે. હું બસ એટલું કહીશ કે વિચાર અલગ છે. જેટલું ટેલેન્ટ હાર્દિક પાસે છે તે ભારતીય ક્રિકેટ માટે ખૂબ મહત્ત્વનો ખેલાડી છે.

નેહરાએ કહ્યું કે, હાર્દિક 2 ઓવર કરે કે ન કરે, ભલે ટીમમાં 4 ફાસ્ટ બોલર હોય, પરંતુ તે એક અલગ સંતુલન લઇને આવે છે કેમ કે ઇન્ટરનેશનલમાં કોઇ ઇમ્પેક્ટ ખેલાડી નિયમ નથી. હાર્દિક પંડ્યા એકલો નથી. જુઓ જ્યારે વ્હાઇટ ક્રિકેટમાં વધારે મેચ થાય છે તો ઇજા પણ થાય છે. રિષભ પંત પણ કેપ્ટન રહ્યો છે. કેએલ રાહુલ પણ કેપ્ટન રહ્યો છે. જો વધારે મેચ થઇ રહી છે અમે ઇજા થશે તો બદલાવ થશે. તમે આ પ્રકારની વસ્તુઓ જોશો.

ઉલ્લેખનીય છે કે, અગરકરે સોમવારે ગંભીર સાથે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સૂર્યકુમારને એટલે કેપ્ટન બનાવ્યો કેમ કે તે યોગ્ય ઉમેદવાર હતો. તે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ડ્રેસિંગ રૂમમાં છે અને તેની બાબતે ડ્રેસિંગ રૂમમાં ફીડબેક મળ્યું છે. અમને એવો કેપ્ટન જોઇતો હતો જેનો ફિટનેસ રેકોર્ડ સારો હોય અને જેનો ઇજાઓનો ઇતિહાસ રહ્યો નહીં હોય. ચીફ સિલેક્ટરે હાર્દિક બાબતે કહ્યું કે, તેના જેવું કૌશલ્ય મળવું મુશ્કેલ છે. તે અમારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ ખેલાડી છે, પરંતુ ફિટનેસ એક મોટો પડકાર છે, અમને એવો ખેલાડી જોઇએ છે જે મોટા ભાગના સમયે ઉપલબ્ધ હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp