વિરાટ કોહલીની કેપ્ટનશીપ સમજાય તેવી નથી: ગંભીરે બુમરાહને લઇને આપ્યું આ નિવેદન

PC: Aajtak.in

IPLથી પૂર્વ ક્રિકેટરનોના નિશાના પર રહેલા વિરાટ કોહલી પર વધુ એક વખત નિશાન સાધવાનો મોકો પૂર્વ ખેલાડીઓને મળી ગયો છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર ફરી એક વખત પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે સવાલો ઉઠાવ્યા છે. સિડનીમાં રમાયેલી બીજી વનડેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો અને તેની સાથે જ ઓસ્ટ્રેલિયાએ 2-0થી વિજયી સરસાઇ મેળવી લીધી છે.
ગંભીરે કહ્યું કે, મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાસે નવા બોલથી માત્ર બે ઓવર બોલિંગ કરાવવી એ સમજમાં આવે તેમ નથી. આપણે સતત વિકેટ લેવાની વાત કરી રહ્યા છીએ, પરંતુ જ્યારે પ્રમુખ બોલરને તક નહીં આપવામાં આવે ત્યારે વિકેટ કેવી રીતે મળશે.

ગંભીરે ઇએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું, સાચું કહું તો હું વિરાટની કેપ્ટનશીપ સમજી શક્યો નથી. આપણે સતત વાત કરી રહ્યા છીએ કે આપણે શક્ય તેટલી વિકેટ લેવી પડશે અને શરૂઆતમાં વિરોધી બેટિંગ લાઇન-અપને તોડવી પડશે, પરંતુ મુખ્ય બોલરને માત્ર બે ઓવર મળી રહી છે. વનડેમાં સામાન્ય રીતે ત્રણ સ્પેલ 4-3-3 ઓવરના હોય છે. અથવા મહત્તમ ચાર ઓવર હોય છે.મેચમાં મોહમ્મદ શમીએ ભારતીય આક્રમણ શરૂ કર્યું હતું. જસપ્રિત બુમરાહે બીજા છેડેથી બોલિંગ સંભાળી. પરંતુ નવદીપ સૈનીને પાંચમી ઓવરમાં લાવવામાં આવ્યો હતો.

તેણે કહ્યું, જો તમે તમારા મુખ્ય ફાસ્ટ બોલરને નવા બોલથી બે ઓવર ફેંક્યા બાદ રોકો છો, તો હું આ કેપ્ટનશીપને સમજી શકતો નથી. આ ટી 20 ક્રિકેટ નથી. સાચું કહું તો તે વિરાટની કેપ્ટન્સી નબળી દેખાઇ હતી.ઓસ્ટ્રેલિયાએ રવિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાને 390 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો પરંતુ ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 338 રન સુધી જ પહોંચી શકી હતી. આ મેચ ઓસ્ટ્રેલિયાએ 51 રને જીતી હતી. પહેલી વનડે મેચ ભારતીય ટીમ 66 રને હારી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે IPL દરમિયાન પણ ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર સવાલો ઉભા કર્યા હતા અને સાથે એવી પણ માગ કરી હતી કે વનડે અને ટી-20 ટીમની કેપ્ટનશીપ હવે રોહિત શર્માને સોંપી દેવામાં આવે. ગંભીરે ત્યારે કહ્યું હતું કે, જો હવે રોહિત શર્માને કેપ્ટનશીપ નહીં સોપવામાં આવે તો એ તેનું નહીં પરંતુ ભારતીય ક્રિકેટનું નુકસાન હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp