આ ક્રિકેટર પર લાગ્યો સ્કૂલની છોકરીઓને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ

PC: mirror.co.uk

ક્રિકેટની રમતમાં એક ક્રિકેટર પોતાની પ્રતિભા અને સાથે જ તેના પર કરવામાં આવેલી મહેનતના દમ પર કોઈ પ્રોફેશનલ ટીમમાં જગ્યા બનાવે છે. ત્યારબાદ તે ત્યાં આજ પ્રતિભાના દમ પર સતત આગળ જઈને મોટું નામ બનાવે છે. એક ક્રિકેટરના પોતાના પરફોર્મન્સ બાદ દરેક તેને ખૂબ સમર્થન અને પ્રેમ કરે છે, તેનાથી વધારે ક્રિકેટર્સને વધુ શું જોઈએ. એક ક્રિકેટર પોતાની રમતથી મોટી નામના મેળવે છે.

કેટલાક ખેલાડી એવા હોય છે જે રમત સિવાય કેટલીક એવી ગતિવિધિઓમાંથી પસાર થાય છે કે તેનું બનાવેલું નામ પૂરી રીતે ધૂળમાં મળી જાય છે. આ રીતે ઘણા ક્રિકેટર્સ અલગ અલગ ખરાબ કામના કારણે ચર્ચામાં આવે છે. પરંતુ ક્રિકેટના જન્મદાતા ઈંગ્લેન્ડથી તો એક ખૂબ જ સંગીન ઘટના સામે આવી છે, જેમાં એક ક્રિકેટરનું નામ શાળાની વિદ્યાર્થિનીઓને અશ્લીલ મેસેજ મોકલવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એ પોતાની જાતમાં એક ખૂબ જ શરમજનક ઘટના છે.

ઇંગ્લેન્ડના એક ક્લબ ક્રિકેટ સાથે જોડાયેલા આ ખેલાડીની પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. 29 વર્ષીય ક્રિકેટર ડેવિડ હાઇમર્સની પોલીસે મેદાન વચ્ચે જઈને ધરપકડ કરી, જ્યારે તે પોતાના ક્લબ માટે મેચ રમી રહ્યો હતો. ડેવિડ હાઇમર્સ પર શાળાની વિદ્યાર્થિનીઓને ગંદા અને અશ્લીલ મેસેજ કરવાનો સંગીન આરોપ લગાવવામાં આવ્યો છે. ડેવિડ હાઇમર્સની પોલીસે ટાઈનમાઉથ ક્રિકેટ ક્લબ સ્ટેડિયમથી ધરપકડ કરી છે તો ત્યાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)એ પણ એક્શન ઉઠાવતા ડેવિડ હાઇમર્સને તાત્કાલિક પ્રભાવથી અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

ડેવિડ હાઇમર્સ માટે એ ખૂબ જ શરમજનક વાત છે, કેમ કે વિદ્યાર્થિનીઓને અશ્લીલ અને ગંદા મેસેજ મોકલવું તેની માનસિકતા દર્શાવે છે. એક અંગ્રેજી અખબાર મુજબ ડેવિડ હાઇમર્સની વધતી જઈ રહેલી હરકતો પરથી પરદો ઉઠાવવા માટે સોશિયલ મીડિયા પર ગાર્ડિયન્સ ઓફ ધ નોર્થ નામનું એક ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું. જેમાં સગીર વયની છોકરીઓની એક ફેક પ્રોફાઇલ બનાવવામાં આવી. તેના પર હાઇમર્સ સતત અશ્લીલ મેસેજ મોલકતો રહ્યો. તેને એ ખબર હતી કે સગીર વયની છોકરીઓ છે. ત્યારબાદ પણ તે પોતાની હરકતોથી ઉપર ન આવ્યો.

ડેવિડ હાઇમર્સ સાથે આ કોઈ પહેલી ઘટના નથી, પરંતુ આ પહેલા પણ તેને ગત વર્ષે કેટલીક એવી શરમજનક ઘટનાના કારણે પકડવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો. પોલીસની ધરપકડ બાદ હાઇમર્સ સાથે રમતા ખેલાડીઓને આ વાતો પર વિશ્વાસ થઈ રહ્યો નથી. પોલીસે જણાવ્યું કે હાઇમર્સે પોતાનો ગુનો સ્વીકાર્યો છે, જે પ્રોફાઇલ બદલીને સેક્સ ચેટ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp