IPL જીતવાનું સપનું તૂટ્યું તો મેદાન પર સૂઈને ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો આ ખેલાડી

PC: india.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની બીજી ક્વાલિફાયર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ દિલ્હી કેપિટલ્સ (DC)ને 3 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હાર સાથે જ રિષભ પંતની કેપ્ટન્સીવાળી દિલ્હી કેપિટલ્સની ટીમનું ફાઇનલમાં જગ્યા બનાવવાનું સપનું બસ સપનું જ રહી ગયું જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ ત્રીજી વખતે ફાઇનલમાં એન્ટ્રી કરવામાં સફળ રહી. આ હાર બાદ દિલ્હીનો ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ ખૂબ નિરાશ દેખાયો. તે મેદાન પર જ સૂઈ ગયો અને ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો પછી મિત્ર શિખર ધવન તેની પાસે ગયો અને તેને સંભાળ્યો.

ડ્રેસિંગ રૂપમાં પણ તેની આંખોમાંથી આંસુ છલકાઈ રહ્યા હતા. મેચની 20મી ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સને જીત માટે છે 7 રનની જરૂરિયાત હતી. પહેલા જ બોલ પર રાહુલ ત્રિપાઠી સિંગલ રન લીધો. હવે કોલકાતાને 5 બોલમાં 6 રનની જરૂરિયાત હતી. બેટ શાકિબ અલ હસનના હાથમાં હતી. બધાને આશા હતી કે જેમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ આ ખેલાડીએ મેચમાં જીત અપાવી હતી તેમ જીત અપાવશે. દિલ્હી વિરુદ્ધ એ પણ કશું જ ન કરી શક્યો પરંતુ શાકિબ કોઈ રન જ ન બનાવી શક્યો.

હવે બધી જ આશા રાહુલ ત્રિપાઠી પર હતી અને તે ટીમની આશા પર ખરો ઉતર્યો. લાસ્ટ બે બોલમાં 6 રનની જરૂરિયાત હતી. તેણે અશ્વિનના બોલ પર સિક્સ લગાવીને ટીમને જીત સાથે ફાઇનલમાં એન્ટ્રી અપાવી દીધી. દિલ્હીનો ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ માટે આ સીઝન ખૂબ જ શાનદાર રહી. તેણે 15 મેચમાં 31.93ની એવરેજથી 479 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 159.13ની રહી છે. તેણે આ સીઝનમાં 4 હાફ સેન્ચુરી પણ લગાવી છે. શિખર ધવન સાથે પૃથ્વી શૉની જોડી પૂરી સીઝન દિલ્હીની ટીમને શાનદાર શરૂઆત અપાવતી રહી પરંતુ છેલ્લી બે મેચમાં હાર સાથે ટીમ IPLથી બહાર થઈ ગઈ અને દિલ્હીનું IPL ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું.

હવે 15 તારીખે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ IPLની 14મી સીઝનની ફાઇનલ રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ 9મી વખતે ફાઇનલ રમશે જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ ત્રીજી વખતે. ચેન્નાઈ સુપર કિંગ્સ 3 વખતે IPL ટ્રોફી જીતી ચૂકી છે તો કોલકાતા નાઈટ રાઈડર્સ 2 વખતે ટ્રોફી જીતી ચૂકી છે. હવે જોવાનું એ રહ્યું કે આ વખતે ચેન્નાઈ ચોથી વખતે ટ્રોફી જીતે છે કે કોલકાતા ત્રીજી ટ્રોફી મેળવવામાં સફળ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp