આર્જેન્ટિનાના મહાન ફુટબોલર ડિએગો મેરેડોના ભારતની મુલાકાતે

PC: mundoalbiceleste.com

આર્જેટીનાના મહાન ફુટબોલર ડિએગો મેરેડોના હાલમાં ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા છે. અહીં આવવાનું ખાસ કરાણ એક ચેરીટી મેચમાં ભાગ લેવાનું છે. આ માટે તેઓ ગઈકાલે કોલકત્તા પહોંચ્યા હતા. મંગળવારે તેઓ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપુર્વકેપ્ટન સૌરવ ગાંગુલીની ટીમ સાથે એક ફુટબાલ મેચ રમશે.

મેરેડોના આ પહેલા 2008માં પણ કોલકત્તાની મુલાકાતે આવી ગયા છે. મેરેડોનાએ ભારત આવવા પર કહ્યું હતું કે, 'આ મારા માટે ઘણી સન્માનની વાત છે. કોલકત્તાનું મારા હ્રદયમાં ઘણું ખાસ સ્થાન છે અને મારી પહેલાની મુલાકાત પણ ઘણી યાદગાર રહી હતા. અહીંના પ્રશંસકો લાજવાબ છે. ભારત ફુટબોલ તરફ ઘણો ઝૂનુન ધરાવતો દેશ છે અને તેની નવી પેઢીના પ્રશંસકોને મળવા માટે ઘણો ઉત્સુક છું.' 

મેરેડોના આ પહેલા 19 સપ્ટેમ્બરના ભારત આવવના હતા પરંતુ કોઈ કારણોસર તે ડીલે થઈ ગયું હતું. મેરેડોના હાલમાં દુબઈના ક્લબ અલ-ફુઝાઈરાહ એસસીના કોચ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp