શ્રીલંકાના કેપ્ટન પર લાગ્યો બોલ ટેમ્પરિંગનો આરોપ

PC: twitter.com/ICC

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ રવિવારના રોજ કહ્યું હતું કે, શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચંદીમલ પર વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં બોલની સ્થિતિમાં બદલાવ કરવાનો આરોપ છે, એટલે કે ચંદીમલે બોલ ટેમ્પરિંગ કર્યું છે, તેવો આરોપ મૂકવામાં આવ્યો છે. શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચંદીમલ પર ICC કોડ ઓફ કંડક્ટના લેવલ 2.2.9ના ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે.

આ ઉલ્લંઘન બોલને ટેમ્પરિંગ કરવાને સંબંધિત છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન કેમરુન બેનક્રોફ્ટને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં બોલ ટેમ્પરિંગમાં આ આરોપ જ લગાવવામાં આવ્યો હતો અને તે સાબિત પણ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ત્રીજા દિવસે અમ્પાયરોએ શ્રીલંકાના ખેલાડીઓને બોલને ખરાબ રીતે ચમકાવવાને કારણે 5 રનની પેનલ્ટી પણ ફટકારી હતી અને બોલ બદલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અમ્પાયરોએ બોલ બદલવા માટે કહ્યું તો શ્રીલંકન ટીમ મેદાન પર રમવા નહોતી ઉતરી...

એમ્પાયરોએ બોલ બદલવાની માંગથી નારાજ શ્રીલંકાએ વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મેદાન પર ઉતારવાનો ઇનકાર કરી દીધો હતો. અમ્પાયર અલીમ દાર અને ઇયાન ગાઉલ્ડે રમત શરુ થવા પહેલાં બોલ બદલવાનો આદેશ આપ્યો હતો કારણ કે બોલની સ્થિતિથી તેઓ સંતુષ્ટ ન હતા જેનો ઉપયોગ બીજા દિવસે રમતના અંત સુધી કરવામાં આવ્યો હતો.

વેસ્ટઇન્ડીઝે શ્રીલંકાના 253 રનના જવાબમાં પોતાની પ્રથમ ઇનિંગમાં 2 વિકેટ ગુમાવીને 118 રન કર્યા છે. શ્રીલંકાની ટીમએ અમ્પાયરોના નિર્ણયનો વિરોધ કર્યો અને મેદાન પર ઊતરવાનો ઇનકાર કરી દીધો હતો. અમ્પાયરો, મેચ રેફરી જવાગલ શ્રીનાથ અને શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચંડીમલ વચ્ચે આ વિષયમાં ચર્ચા ચાલુ છે. મેદાન પર ન આવવાને કારણે શ્રીલંકન ટીમ પર 5 રનની પેનલ્ટી લગાવવામાં આવી હતી અને વેસ્ટ ઈન્ડીઝની ટીમના સ્કોરમાં 5 રન ઉમેરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp