UAEમાં ભારતીય ટીમના ફૂટબોલ ફેન્સ પાંજરે પૂરાયા, જુઓ VIDEO

PC: gujarati.news18.com/

દુબઈમાં ચાલી રહેલા એએફસી એશિયા કપમાં ભારતીય ટીમને યુએઈ વિરુદ્ધ પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ મેચ અગાઉ એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. હકિકતમાં ગુરુવારે યુએઈ વિરુદ્ધની મેચ પહેલા કેટલાક ભારતીય પ્રશંસકોને પક્ષીઓના પાંજરામાં પૂરવામાં આવ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ વીડિયોમાં પક્ષીઓના પાંજરામાં કેટલાક લોકો કેદ છે, જ્યારે એક વ્યકિત હાથમાં લાકડી લઈને બહાર બેઠેલો જોવા મળે છે.


આ અંગે મળતી માહિતી મુજબ, હાથમાં લાકડી લઈને બેઠેલો વ્યક્તિ મજૂરોને પૂછે છે કે, તેઓ કોનું સમર્થન કરે છે. જેના જવાબમાં તેઓ ભારતીય ટીમનું નામ જણાવે છે. જેનો વિરોધ કરતા લાકડી વાળો વ્યક્તિ તેમને જણાવે છે કે, તમે UAEમાં રહેતા હોવાથી તમારે ભારતનું સમર્થન ના કરવું જોઈએ.

આરોપી પાંજરા પર લાકડી ફેરવતા ફરીથી એ જ પ્રશ્ન પૂછે છે, જેમાં પાંજરામાં બંધ મજૂરો પોતાનો જવાબ ફેરવી તોળે છે અને યુએઈ જણાવે છે. આખરે પાંજરુ ખુલ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવે છે.

આ અંગે એટોર્ની જનરલની ઓફિસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, આ વીડિયોમાં એક વ્યકિતએ પક્ષીઓના પાંજરામાં અનેક અશિયન મૂળના પુરુષોને કેદ કરીને રાખ્યા છે. આ વ્યકિત કેદીઓને એએફસી એશિયા કપમાં ભારત વિરુદ્ધ મેચમાં UAEને સમર્થન કરવા જણાવી રહ્યો છે.

જણાવી દઈએ કે, UAEમાં આવા ગુનામાં 6 મહિના થી લઈને 10 વર્ષની સજા અને 50,000 થી 20 લાખ દિરહામના દંડની જોગવાઈ છે. અબુધાબીમાં રમાયેલી આ મેચમાં UAEએ ભારતને 2-0થી પરાજય આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp