ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીન સામે FIR, આ છે આરોપ

PC: assettype.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પૂર્વ સાંસદ અઝહરુદ્દીન પર ઔરંગાબાદમાં ટ્રાવેલ એજન્ટ સાથે છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે. જોકે, આ આરોપોને અઝહરુદ્દીને ખોટા ગણાવ્યા છે. તેણે કહ્યું હતું કે, તે આ મામલાના લઈને પોતાની લીગલ ટીમ સાથે ચર્ચા કરી રહ્યો છે અને તેની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરીશું. જણાવી દઈએ કે, એક સ્થાનિક ટ્રાવેલ એજન્ટ સાથે આશરે 21 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં અઝહરુદ્દીન અને બે અન્ય વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

સિટી ચોક પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી એ. ડી. નાગરે કહ્યું હતું કે, અમે મુજીબ ખાન (ઔરંગાબાદ), સુધીશ અવિક્કલ (કેરળ) અને મોહમ્મદ અઝહરુદ્દીન (હૈદરાબાદ) વિરુદ્ધ FIR નોંધી છે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને તપાસ ચાલી રહી છે.

આ મામલો દાનિસ ટૂર એન્ડ ટ્રાવેલ્સના માલિક શહાબ વાઈ. મોહમ્મદ (49)ની ફરિયાદ પર નોંધવામાં આવી છે. શહાદ બંધ થઈ ચુકેલી જેટ એરવેઝનો પૂર્વ એક્ઝિક્યુટિવ પણ છે. ફરિયાદ અનુસાર, નવ નવેમ્બરથી 12 નવેમ્બર, 2019ની વચ્ચે અવિક્કલે અઝહરુદ્દીન અને પોતાના માટે ઘણા વિદેશી શહેરો માટે ટિકિટ બુક કરાવી હતી અને કેન્સલ કરાવી હતી.

આપાતસ્થિતિનો હવાલો આપીને અવિક્કલે ટિકિટના પૈસા ન આપ્યા અને પછી આપવાનો વાયદો કર્યો હતો. અવિક્કલ તરફથી અઝહરુદ્દીનના પ્રાઈવ સેક્રેટરી મુજીબ ખાને પૈસા આપવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ તેમ છતા તેને હજુ સુધી પૈસા મળ્યા નથી. અઝહરુદ્દીન અને મુજીબ બંને શહાબ સાથે વાત કરવાથી બચી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp